થાઇલેન્ડના પતાયામાં ભારતીઓ ફસાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-25 11:17:25
  • Views : 431
  • Modified Date : 2020-04-25 11:17:25

સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારીએ દુનિયાના મોટા ભાગના દેશોમાં આતંક મચાવ્યો છે. ત્યારે થાઇલેન્ડના પતાયા શહેરમાં ધંધા રોજગાર માટે ગયેલા ભારતીયો કોરોના વાયરસના લીધે ધંધો રોજગાર બંધ થતાં મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે આ ભારતીયોએ ભારત સરકાર સામે મદદ કરવા માટે અપીલ કરી હતી. ધંધો રોજગાર બંધ હોવાના કારણે તેમને રહેવા તેમ જ ખાવાની ખુબ જ મોટી તકલીફ પડી રહી છે. વારંવાર ભારત એમ્બેસીમાં સંપર્ક કરવા છતાં પણ કોઈ મદદ ન મળતાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને ભારત સરકાર સમક્ષ મદદ કરવા માટેની
અપીલ કરી હતી.

Download Our B K News Today App



Related News