પતનથી બચાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-23 06:10:05
  • Views : 606
  • Modified Date : 2019-04-23 06:10:05

પતનથી બચાવભગવાન બુદ્ઘ શ્રાવસ્તી નગરના જેતવનમાં નિવાસ કરી રહ્યા છે. પ્રત્યેક દિવસે અનેક ભક્તજન તેમના સત્સંગ અને દર્શન માટે આવતા હતા. એક દિવસે એક જિજ્ઞાસુ તેમના સત્સંગ માટે પહોંચ્યો. તેણે બુદ્ઘને પૂછ્યું, ભગવન, પતનથી બચવા માટે શું-શું ઉપાય કરવા જોઈએ?બુદ્ઘે જણાવ્યું, ધર્મ અને ન્યાય પર હંમેશાં દૃઢ રહેવું જોઈએ. ધર્મ પ્રત્યે ઘૃણા અને સંશય પેદા થતાં જ પતન શરૂ થઈ જાય છે. કુસંગ કરવાથી પણ પતન થાય છે. તેથી સત્પુરુષોનો સંગ જ કરવો જોઈએ. દુર્વ્યસનીથી દૂર રહેવું જોઈએ. જે વ્યક્તિ ગપ્પાં મારવામાં સમય વિતાવે અને ક્રોધ કરે છે, તેના પતનની આશંકા બની રહે છે. તેથી સત્પુરુષોનો સંગ જ કરવો જોઈએ. દુર્વ્યસનીથી દૂર રહેવું જોઈએ. જે વ્યક્તિ ગપ્પાં મારવામાં સમય વિતાવે અને ક્રોધ કરે છે, તેના પતનની આશંકા બની રહે છે. તેથી હંમેશાં કર્મઠ અને શાંતચિત્ત રહેવાથી પતનથી બચી શકાય છે. જે વ્યક્તિને જન્મ, જાતિ અને ધનનું અભિમાન થઈ જાય છે, તે એકને એક દિવસે ગર્તામાં અવશ્ય ધકેલાઈ જાય છે. માનવને કોઈ પ્રકારે અહંકારને પાસે પણ નહીં ફટકવા દેવો જોઈએ. જે વ્યક્તિ અસંયમી અને ભોગી છે, શરાબી અને જુગારી છે તેના પતનને કોઈ રોકી ન શકે.
ભગવાન બુદ્ઘે પતનનાં અગિયાર લક્ષણોનું વિસ્તારથી વર્ણન કર્યા બાદ કહ્યું, જે વ્યક્તિ સત્ય, સંયમ અને અહિંસાનું પાલન કરે છે, પોતાના વૃદ્ઘ માતાપિતાની સેવા કરીને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે, પોતાની કમાણીનોકેટલાક ભાગ ગરીબોની સેવા-સહાયતામાં ખર્ચ કરે છે, તેની સદૈવ ઉન્નતિ થાય છે. આ ઉપદેશથી જિજ્ઞાસુનું ચિત્ત શાંત થઈ ગયું.



Download Our B K News Today App



Related News