પાટણની બાલવાટીકા પ્રા.શાળામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 15:37:14
  • Views : 428
  • Modified Date : 2019-08-24 15:37:14

એન.એસ. સુરમ્ય બાલવાટીકા પ્રાથમિક શાળામાં શુક્રવારના રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના તમામ બાળકો વિવિધ પોષાકમાં આવ્યા હતા. જેમાં કોઇ કૃષ્ણ તો કોઇ રાધા તો કોઇ ગોવાળા જેવા વસ્તો પહેરીને આવ્યા હતા અને શાળાનો સ્ટાફ પણ આ બાળકોની સાથે કાર્યક્રમમાં જોડાયો હતો.  એક નાના બાળકને છાબડીમાં બેસાડી શોભાયાત્રા કાઢીને કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરી હતી.  ત્યાર પછી મોટેરા બાળકો દ્વારા  મટકી ફોડ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો અને સૌ લોકોએ ગરબે ઘુમીને કૃષ્ણના જન્મના વધામણા કર્યા હતા.



Download Our B K News Today App



Related News