સરસ્વતી તાલુકાની વામૈયા પ્રા. શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ગણિત,વિજ્ઞાનના વિવિધ સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-01 17:21:01
  • Views : 388
  • Modified Date : 2020-03-01 17:29:35

 સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગણિત અને વિજ્ઞાનના વિવિધ સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને રસપૂર્વક ભાગ લઈ ગણિત અને વિજ્ઞાનના સાધનોનું અવલોકન કર્યું હતું. તેમજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગસ્વરૂપે સમગ્ર આયોજન વામૈયા પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષકો દિલીપસિંહ ગોહિલ અને ઠાકોર નિતીનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી વિદ્યાર્થીઓમાં પ્રેરણાસભર બની રહેશે તેવું શાળાના આચાર્ય દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા સૂચવવામાં આવ્યું હતું. આમ સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન કરવા બદલ એસ. એમ.સી.ના સભ્યો તેમજ શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.  

Download Our B K News Today App



Related News