પાટણ પાલિકાની ઉલ્ટી કામગીરી વિશ્વ પર્યાવરણ દિને વૃક્ષો વાવવાની જગ્યાએ વૃક્ષોનું નિકંદન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-07 11:13:00
  • Views : 401
  • Modified Date : 2019-06-07 11:13:00

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષો વાવવાની જગ્યાએ પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા નગરપાલિકા કેમ્પસમાં આવેલા વર્ષો જુના લીમડાના ઝાડોને કાપી નિકંદન કાઢી નાખવાના બનાવને લઇને
પર્યાવરણ પ્રેમીઓ અને
પાટણ નગરપાલિકાના
કોર્પોરેટર ભરત ભાટીયાએ નારાજગી વ્યક્ત કરી હતી.
એક બાજુ સરકાર વૃક્ષોના જતન અને વાવેતર માટે અથાગ પ્રયત્નો કરી કરોડો રૂપિયાનો ખર્ચ વૃક્ષારોપણના કાર્યક્રમો પાછળ કરતી હોય છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પાટણ
નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વૃક્ષો વાવવાની જગ્યાએ નગરપાલિકા કેમ્પસમાં આવેલા વર્ષો જૂના લીમડાના ઝાડને કોઈપણ કારણ વગર કે  નડતર વગર કાપી નાખી તેનું નિકંદન કરતા પર્યાવરણ પ્રેમીઓમાં તેમજ કોર્પોરેટર ભરત ભાટિયા દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.
નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પર્યાવરણ પ્રત્યે કરાયેલ જધન્ય કૃત્યને વખોડી કાઢી લીલાછમ લીમડાના વૃક્ષોને કાપી નાંખનાર આ પાલિકાના સત્તાધીશો સામે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News