પાટણ પાલિકાની કારોબારી બેઠકમાં વર્ષ 2020-21નું 4.17 કરોડનું બજેટ રજૂ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 12:49:02
  • Views : 325
  • Modified Date : 2020-03-12 12:49:02

પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ તેમજ ચીફ ઓફિસર પાંચાભાઇ માળી સહિતના કારોબારી સભ્યોની ઉપસ્થિતિ વચ્ચે મળેલી કારોબારીની બેઠકમાં પાટણ નગરપાલિકા હસ્તકના બિલ્ડિંગો સહિત કોમ્પ્લેક્ષના સફાઈ કામને લઈને પાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવે તેમજ દરેક કોમ્પલેક્ષ તેમજ મોટી-મોટી ઇમારતો સહિત ગેસ એજન્સીઓ,પેટ્રોલ પમ્પો ઉપર ફરજિયાતપણે ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ બનાવવા પાલિકા દ્વારા નોટિસની બજવણી કરવી તેમજ બાકી મિલકત વેરા ધારકોને સમયસર પોતાના મિલકતવેરા ભરપાઈ કરવા સુચિત કરવા અને બાકી વેરા મિલકતધારકોને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સાથે કેટલાક બાકી મિલકતવેરા ધારકોના વેરામાં રહેલી વિસંગતતાઓ દૂર કરીને તેઓના નગરપાલિકા ખાતે સમયસર વેરા ભરપાઈ થાય તે માટે યોગ્ય કરવા સૂચના આપવી વગેરે બાબત પર ચર્ચાઓ કરાઇ હતી.જેમાં પાલિકા ખાતે મળેલી કારોબારીની બેઠકમાં વધારાના ૧૧ કામોની સાથે ૯ કામોની ચર્ચા કરવામાં આવી હતી.આમ કારોબારીની મળેલી બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧નું ચેરમેન દ્વારા રજૂ કરાયેલ બજેટમાં પાલિકાની આવક ૯૧.૯૦ કરોડની સામે જાવક ૧૪૮.૩૪ કરોડ જ્યારે પાલિકાની સિલ્ક ૫૨.૧૦ કરોડ મળીને કુલ રૂ.૫.૮૨ કરોડની ખાધ સામે સિદ્ધ સરોવર ફિલ્ટર પ્લાન્ટની ભરવાપાત્ર રકમ ૧૬ કરોડ પૈકી ૬ કરોડ ભરપાઈ કરી બાકી વધેલી ૧૦ કરોડની રકમમાંથી ૫.૮૨ કરોડની ખાધ બાદ કરીને ૪.૧૭ કરોડનું સમાન પુરાંતવાળુ બજેટ રજૂ કરાયું હતું.

Download Our B K News Today App



Related News