પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઇની પર કટાક્ષ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-18 11:33:07
  • Views : 383
  • Modified Date : 2024-03-18 11:33:07

પાટણ લોકસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હજુ જાહેર થયા નથી. જ્યારે ભાજપે વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને રિપીટ કર્યા છે. આ દરમિયાન પાટણ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ હતી અને જેમાં પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈ પર કટાક્ષ કર્યો હતો.કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, અહીં બે લોકોને ભામાશા કહેવામાં આવે છે. પરંતુ હું જાહેરમાં કહુ છું કે મારી પાસે રુપિયા લેવા માટે આવવું નહીં. જ્યારે આ બંને ભામાશાઓ તૂટી પડે છે અને લ્યો લઇ જાઓ પાંચ લાખ, લ્યો લઇ જાઓ એક લાખ તોય હારી ગયા. એટલે જ કહું છું કે, ચૂંટણી ભામાશા થઇ લડાતી નથી, ચૂંટણી મેનેજમેન્ટથી લડાય છે.

Download Our B K News Today App



Related News