પાટણ જિલ્લાને વાવાઝોડાએ ઘમરોળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-14 11:47:48
  • Views : 448
  • Modified Date : 2019-06-14 11:47:48

પાટણ જિલ્લામાં વાયુ વાવાઝોડાના પગલે બુધવારની રાત્રે આવેલા વાવાઝોડાના કારણે જિલ્લાના અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થવાના, વીજ થાંભલા પડી જવાના, ૫૦ મકાનોના પતરા ઉડી જવાના બનાવો બનવા પામ્યા હતા. તેમજ વીજ થાંભલો પડવાના કારણે એક બકરીનું મોત થયું હતું પાટણ શહેરમાં વીજળી પડવાના કારણે એક મકાનને નુકસાન થયું હતું. આ ઉપરાંત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા જેને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતીસૌરાષ્ટ્ર અને કચ્છમાં વાયુ વાવાઝોડાના પગલે દરિયો ગાંડોતુર બનતા ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે તેની અસર પાટણ જિલ્લામાં પણ જોવા મળતા ગતરોજ સાંજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને મોડી સાંજે ભારે વાવાઝોડા સાથે ધૂળની ડમરી ઉડ્‌યા બાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસતા છેલ્લાં ઘણાં  સમયથી કાળઝાળ ગરમીથી પરેશાન થઈ રહેલા લોકોએ ગરમીમાંથી છુટકારો મેળવ્યો હતો. 


Download Our B K News Today App



Related News