પાટણ ચાણસ્મા- સિધ્ધપુર વિસ્તારમાં રાત્રે 20 મિનિટમાં જ એક ઇંચ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-20 10:12:15
  • Views : 522
  • Modified Date : 2019-06-20 10:12:15

મંગળવારે રાત્રે ચાણસ્મા ચંદ્રુમાણા અડીયા ભલગામ ખારીવાવડી કુણઘેર હરસિધ્ધપુરા ખાનપુર તેમજ અન્ય આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ચાણસ્મા વિસ્તારમાં માત્ર 6 મીમી વરસાદ માંડ નોંધાયો હતો પણ રાત્રે 24 મીમી વરસાદ પડતાં શહેર આસપાસ પાણી દોડતા થયા હતા.જોકે કોઇ નુકશાની સામે આવી નથી. પાટણથી હારિજ રોડ પરના ગામડાઓમાં વરસાદ થતાં લાઇટ પણ બંધ થવા પામી હતી. બુધવારે ચંદ્રુમાણા અને અડીયા પાસે ખેતરોમાં થોડા થોડા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.જોકે જમીન તરસી હોઇ અત્યાર સુધીના વરસાદના પાણી શોષાઇ ગયા હતા. હરસિધ્ધપુરાના ભમરસિંહ પરમારે જણાવ્યું કે જેટલો વધારે વરસાદ થાય તેટલો ફાયદો. હવે ઢોર માટે લીલો ચારો મળતો થશે એટલે તકલીફ ઓછી થશે.પાટણ જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસર હેઠળ સર્જાયેલા હવાના હળવા દબાણમાં ચોમાસા પહેલાં વરસેલા વરસાદમાં મંગળવારે રાત્રે માત્ર 20 મીનીટમાં ચાણસ્મા અને સિધ્ધપુર તાલુકા વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ ગાજ વીજના તોફાન સાથે વરસ્યો હતો.જેને લઇ ખેતરો અને ચોકડીઓમાં પણ થોડા ઘણા પાણી ભરાયા હતા.

Download Our B K News Today App



Related News