પાટણ નગરપાલિકામાં ખોદકામ દરમિયાન ભોંયરા જેવો ભાગ મળી આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-17 16:42:14
  • Views : 596
  • Modified Date : 2019-07-17 16:42:14

પાટણ નગરપાલિકા ખાતે છેલ્લાં કેટલાંક દિવસોથી પાલિકાનું નવીન મકાન બનાવવા માટે ખોદકામ ચાલી રહ્યું છે. ત્યારે મંગળવારના રોજ પાલિકાની વોટર વર્કસ શાખા સામે જેસીબી મશીન દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું. તે સમયે ૧૦ થી ૧૨ ફૂટ નીચે ઈંટોથી ચણેલો ભોયરા જેવો ભાગ મળી આવતા તને જોવા માટે લોકો ઉમટી પડયા હતા.ઐતિહાસિક નગર પાટણમાં સોલંકી, ચાવડા, વાઘેલા    વંશના અનેક રાજાઓનું રાજ હતું અને રાજા સિદ્ધરાજ સોલંકીના શાસન કાળમાં તો આ નગરનો સુવર્ણ કાળ હતો. આ નગરમાં સોનાની ટંક શાળ હતી. તેમજ રાણી ઉદ્દયમતિએ પોતાના પતિની યાદમાં અને લોકોની પાણીની  સુવિધા માટે  જગ વિખ્યાત રાણીની વાવ અને ૧૦૦૦ શિવલિંગ ધરાવતા સહસ્ત્રલિંગ તળાવનું  નિર્માણ કરાવ્યું હતું. જેને જોવા માટે આજે સમગ્ર વિશ્વમાંથી લોકો પાટણમાં આવી રહ્યા છે. તેમજ પાટણ એ ગુજરાતની રાજધાની રહી ચૂક્યું છે. વિવિધ રાજાઓના  સમયમાં આ નગરમાં અનેક કોટ, કિલ્લા કુવા, વાવ સરોવર, તળાવો, મંદિરો, નિર્માણ વર્ષો અગાઉ આવેલા ભયાનક પૂરમાં અણહિલવાડ પાટણ તરીકે ઓળખાતું આ નગર સંપૂર્ણ દટાઈ ગયું હતું તેવી  લોકવાયકાઓ  પણ છે.વર્તમાન પાટણ શહેરમાં આજે પણ ઘણી જગ્યાઓ ઉપર ખોદકામ કરવામાં આવે ત્યારે વર્ષો અગાઉની માનવ વસાહતોના મકાનના બાંધકામ જુના ભોંયરા, પાણીના વિશાળ ઘડા તેમજ માટીના વાસણો મળી આવે છે. જે વર્ષો અગાઉ આ નગર અગાઉ જૂનું પાટણ નગર હતું તેની સાક્ષી પૂરે છે.પાટણ નગરપાલિકા કેમ્પસમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા નગરપાલિકાના નવીન મકાનના બાંધકામ માટે ખોદકામ ચાલી રહ્યું છે. ત્યારે ગતરોજ નગરપાલિકાની વોટર વર્કસ શાખાની સામે જેસીબી મશીન દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું તે સમયે જમીનમાં ૧૦ થી ૧૨ ફૂટ નીચે ખોદકામ દરમિયાન ઈંટોથી ચણેલો ભોંયરા જેવો ભાગ મળી આવતા તેને જોવા માટે નગરપાલિકાના કર્મચારીઓ નગરસેવકો અને આસપાસથી લોકો આવી પહોંચ્યા હતા. 


 

Download Our B K News Today App



Related News