પાટણ લોકસભા બેઠકનું ૬૧.૨૩% મતદાન થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-24 05:47:49
  • Views : 435
  • Modified Date : 2019-04-24 05:47:49

પાટણ લોકસભા બેઠક માટે મંગળવારના રોજ યોજાયેલ મતદાન મા મતદારોએ વહેલી સવારે ૭ વાગ્યાથી જ પોતાના
પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા લાગ્યા હતા અને દિવસ ભર આ મહાપર્વમાં પોતાની ફરજને નિષ્ઠાપૂર્વક અદા કરી હતી લોકસભા બેઠકનું કુલ ૬૧.૨૩% મતદાન નોંધાયું હતું અને ભાજપ કોંગ્રેસ સહિત બાર ઉમેદવારોનું ભાવી ઈવીએમ મશીનોમાં સીલ થઈ ગયું  હતું.
પાટણ લોકસભા બેઠક
ઉપર ભાજપના ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના જગદીશભાઈ ઠાકોર સહિત અન્ય રાજકીય પક્ષો અને
અપક્ષ ઉમેદવારો મળી કુલ  ૧૨ ઉમેદવારો ચૂંટણીનો જંગ લડી રહ્યા છે. ગતરોજ પાટણ જિલ્લાની ચાર વિધાનસભા
પાટણ, સિધ્ધપુર, ચાણસ્મા અને રાધનપુર, બનાસકાંઠા જિલ્લાની વડગામ અને
કાંકરેજ, મહેસાણા જિલ્લાની ખેરાલુ મળી કુલ ૭ વિધાનસભા મત વિસ્તારમાં આવેલા ૨૧૦૭ મતદાન મથકો ઉપર સવારે સાત વાગ્યાથી લોકશાહીનું મહાપર્વ સમાન ચૂંટણી પર્વનો પ્રારંભ થયો હતો. ઉનાળાના કારણે હાલમાં કાળઝાળ ગરમી વરસી રહી હોય મતદારો વહેલી સવારે ૭ વાગ્યાથી જ પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો ઉપર આવી પહોંચ્યા હતા અને ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યુ હતું. નવા યુવા મતદારો સહિત યુવાનો વૃદ્ધો મતદાન કરવા માટે મતદાન મથક સુધી ચાલીને આવી ન શકે તેવા અશક્ત મતદારોએ પણ પોતાની શારીરિક અશક્તતાની પરવા કર્યા વિના ઉત્સાહભેર મતદાન કેન્દ્ર સુધી આવી પહોંચ્યા હતા અને મતદાન કર્યુ હતું. પાટણ જિલ્લામાં કેટલાક મતદાન કેન્દ્રો ઉપર ઇવીએમ મશીન અને વીવીપેટ મશીનમાં ખામી સર્જાતા ચૂંટણી તંત્ર દ્વારા તાત્કાલિક નવીન મશીનો લગાવીને મતદાનની પ્રક્રિયા ચાલુ કરાવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું  હવે આગામી ૨૩ મે ના રોજ કતપુર એન્જીનયરિંગ કોલેજ પાટણ  ખાતે મતગણતરી યોજવામાં આવશે. જ્યારે સૌથી ઓછુ મતદાન ચાણસ્મા ૫૬.૭૦ % જ્યારે સૌથી વધુ મતદાન ખેરાલુમાં ૬૫.૯૭ % મતદાન થયું હતું.

Download Our B K News Today App



Related News