પાટણ લોકસભામાં કોંગ્રેસના જગદીશ ઠાકોરે ઉમેદવારી પત્ર ભર્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 12:18:05
  • Views : 433
  • Modified Date : 2019-04-05 12:18:05

પાટણ ૩ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર દ્વારા ગુરૂવારે ઉમેદવારીપત્ર ભરવા જતા શક્તિ પ્રદર્શન બતાવ્યું હતુ. જેમાં જગદીશ
ઠાકોર સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના નિવાસ સ્થાનેથી કુમકુમ તિલક કર્યા બાદ માતાજીના આશીર્વાદ લઈ માતાજી સમક્ષ શીશ નમાવી માતાજી સમક્ષ પ્રાર્થના કરી હતી. જ્યારે બપોરે ૧૨ઃ૨૧ મિનીટે કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યુ હતું. ત્યારબાદ  પાટણ શહેરના ખાડિયા વિસ્તારમાં વિશાળ સભાને સંબોધી હતી. તેમજ આ પ્રસંગે કોંગ્રેસના મોવડી મંડળમાંથી અનેક નેતાઓએ શક્તિ પ્રદર્શનમાં હાજરી આપી હતી.
ગુજરાત લોકસભાની ચૂંટણીને લઇ પાટણ સહિત સમગ્ર રાજયમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. જેના ભાગરૂપે ગુરુવારે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ હતી. ત્યારે ગુરૂવારે કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર જગદીશ ઠાકોરે પાટણ લોકસભામાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરીને પોતાને ફાળવાયેલી લોકસભા બેઠક માટેની વિધિવત ઉમેદવારી નોંધાવી હતી. પાટણ  બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર ઉમેદવારીપત્ર ભરવા જતા તેમની સાથે ચંદનજી ઠાકોર (ધારાસભ્ય,સિધ્ધપુર), અલ્પેશ ઠાકોર (ધારાસભ્ય,રાધનપુર), કિરીટ પટેલ (ધારાસભ્ય, પાટણ) સહિતની હાજરીમાં ઉમેદવારીપત્ર ભર્યુ હતું.જે ચૂંટણી
પંચની માર્ગદર્શિકા મુજબ જરૂરી સોગંદનામાં પણ રજૂ કર્યા હતા. આમ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલ સભામાં સિધ્ધાર્થ પટેલ,શૈલેષભાઇ,જોધાજી ઠાકોર સહિતના કોંગ્રેસના  દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, મોદી સરકાર અને ભાજપના કુશાસનના કારણે વર્તમાન સમયમાં અર્થતંત્ર પડી ભાંગ્યુ છે, દેશમાં બેરોજગારી અતિશય હદે વધી ગઇ છે, નોકરી-ધંધા અને રોજગાર છીનવાઇ ગયા છે. ત્યારે આ તમામ સમસ્યાનું સમાધાન હવે સત્તા પરિવર્તન જ છે અને મતદારોએ આ વખતે કોંગ્રેસને તક આપી લોકશાહીને વિજય બનાવવી જોઇએ તેવી તેમણે અપીલ કરી હતી. આમ પાટણમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જગદીશ ઠાકોરે ઉમેદવારીપત્ર ભરતાં કોંગ્રેસમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો હતો અને કોંગ્રેસની છાવણીમાં જીતની આશા બંધાઇ હતી.

Download Our B K News Today App



Related News