પાટણ લોકસભા ચૂંટણીને લઇ થરામાં ફલેગમાર્ચ યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-04 10:48:48
  • Views : 505
  • Modified Date : 2019-04-04 10:48:48

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં તથા કાંકરેજ ના ગામડામાં તા.૦૩-૦૪-૨૦૧૯ ને બુધવાર ના રોજ  ફલેગમાર્ચ યોજાઈ.
પાટણ લોકસભાની બેઠકની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવા માટે ચૂંટણીપંચે કરેલ આદેશના
પગલે વહીવટી વિભાગ દ્વારા સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારને સ્થાનિક તંત્ર દ્વારા અલગ તારવી મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તેવા પગલાં લેવાઇ રહ્યા છે. ત્યારે કાંકરેજના થરા, ઉણ, મૈડકોલ, તેરવાડા, વડા, ઇન્દ્રમાણા વગેરે ગામોમાં થરા-શિહોરી પોલીસ તેમજ સરહદી જવાનો, સી.આર.
પી.એફ, બી.એસ.એફના જવાનોના  કાફલા સાથે સંયુકત રીતે ફલેગમાર્ચનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં થરા ઇન્ચાર્જ પી.એસ.આઇ.
પી.જે.જેઠવા,જીતુભાઈ પટેલ, ભરતભાઈ દેસાઈ સહિત થરા પોલીસ સ્ટાફ સાથે તથા ૨૫થી વધુ સરહદી જવાનો સાથે યોજાઈ હતી. આ ફલેગમાર્ચ દિયોદર ત્રણ રસ્તાથી,મેઇન બજાર સર્વિસ રોડ,જુની શાકમાર્કેટ,માર્કેટયાર્ડ ઘરનાળુ થઇ પોલીસ સ્ટેશન સુધી ફલેગમાર્ચ યોજાઇ હતી.


Download Our B K News Today App



Related News