પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર આજે ઉમેદવારી પત્ર ભરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-04 11:20:37
  • Views : 497
  • Modified Date : 2019-04-04 11:20:37


ગુજરાત લોકસભા ચૂંટણી માટે મોટા ભાગના ઉમેદવારો નક્કી થઈ ગયા છે તે પૈકી
પહેલાં નક્કી થયેલા ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં પાટણ લોકસભામાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ વિજય મૂહુર્તમાં ઉમેદવારી પત્ર નોંધાવ્યું. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર જગદીશ
ઠાકોર મોટી સંખ્યામાં દિગ્ગજ નેતાઓ તેમજ કાર્યકર્તાઓ સાથે સભા સ્થળેથી રેલી સ્વરૂપે આજે  ઉમેદવારી કલેકટર ઓફિસ ખાતે નોંધાવશે પાટણ લોકસભામાં બંન્ને પક્ષો દ્વારા
ઠાકોર સમાજના નેતાઓને સામસામે ચૂંટણીના મેદાનમાં ઉતારે છે ત્યારે પાટણ જિલ્લામાં ઠાકોર સમાજની બહુમતી વધુ હોવાના કારણે પાર્ટીઓ ઠાકોર સમાજના ઉમેદવારને પસંદગી કરેલ છે.



Download Our B K News Today App



Related News