પાટણ લોકસભા બીજેપી દ્વારા ઉમેદવારી ફોર્મ ભરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-04 11:45:42
  • Views : 498
  • Modified Date : 2019-04-04 11:45:42


 પાટણ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૪ એપ્રિલ છે. ત્યારે ગુજરાતમાં તમામ બેઠકો પર ભાજપ કોંગ્રસ અને અન્ય પાર્ટીના લોકોની ઉમેદવારી ફોર્મ ભરવાની હરોળ લાગી હતી. ત્યારે આજે પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દ્વારા ઉમેદવારી ભરવામાં આવી હતી.  
પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી દ્વારા આજે પાટણના પંચમુખી હનુમાનજી, મહાકાળી માતાજી મંદિર સહિતના મંદિરોમાં દર્શન કરી પાટણના કનસડા દરવાજા ખાતે સભા યોજી રેલી નીકાળી હતી. જેમાં ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ કોર કમિટિ મેમ્બર શંકરભાઇ ચૌધરી, કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા,પ્રખર અર્થશાસ્ત્રી જયનારાયણ વ્યાસ, જીઆઈડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂત, સાથે સંગઠનના તમામ પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. આ સમયે વિશાળ રેલી નીકળી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર શુભમૂહુર્તમાં ભર્યુ હતું. ધોમઘગતા તાપ વચ્ચે પણ બે થી ત્રણ હજાર લોકો આ રેલીમાં જોડાયા હતા.


Download Our B K News Today App



Related News