પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી આજે ઉમેદવારી પત્ર ભરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-03 12:38:03
  • Views : 615
  • Modified Date : 2019-04-03 12:38:03





પાટણ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી (ઠાકોર) આજરોજ ઉમેદવારી પત્ર ભરશે. આ પ્રસંગે ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ વિશેષ કાર્યકરોને સંબોધશે. ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરતાં પહેલાં સવારે
૯-૦૦ કલાકે એમ.એન. હાઈસ્કૂલ રંગીલા હનુમાન ખાતે જાહેર સભા સંબોધવામાં આવશે. ત્યારબાદ રેલી સ્વરૂપે કલેકટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા આવશે. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીયમંત્રી હરિભાઈ ચૌધરી, કેબિનેટમંત્રી દિલીપકુમાર ઠાકોર, પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, પૂર્વમંત્રી શંકરભાઈ ચૌધરી, પ્રખર અર્થશાસ્ત્રી અને પૂર્વમંત્રી જયનારાયણભાઈ વ્યાસ, ગુજરાત રાજ્ય જીઆઇડીસી ચેરમેન બળવંતસિંહ રાજપૂત, ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, પાટણ જિલ્લા ભાજપ પ્રભારી મયંકભાઈ નાયક, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલ, સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને સભા સંબોધશે. ત્યારે પાટણ જિલ્લા, તાલુકાના, શહેર અને ગામોમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહેશે.


Download Our B K News Today App



Related News