પાટણ એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે.પોલીસે લૂંટ કરતી ગેંગને ઝડપી પાડી આરોપીઓ પાસેથી 10 લાખ 70 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-06 12:19:46
  • Views : 431
  • Modified Date : 2021-07-06 12:19:46

     પાટણ એલસીબી પોલીસને ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ વિસ્તારમાં વાહન ચાલકોને લૂંટી વાહનો લઈ જતી એક ગેંગને ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે એલસીબી પોલીસને બાતમી મળતા ડીસા ત્રણ રસ્તા પાસેથી ચાર આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા જેમાં રૂપિયા દસ લાખ ૭૦ હજાર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

     અમદાવાદના માંડલ ગ્રામ્ય વિસ્તારમાંથી એક અલટીકા ગાડી સાથે ટેબલેટ સહિતની લૂંટની ફરિયાદ નોંધાઈ હતી તે ઉપરાંત મહેસાણા,ઊંઝા,સાણંદ અને બેચરાજી સહિતના પોલીસ મથકોમાં પણ સંખ્યાબંધ વાહન ચોરીની ફરિયાદ નોંધાઈ હતી ગતરોજ પાટણ એલ.સી.બી પોલીસ ડીસા ત્રણ રસ્તા પેટ્રોલિંગમાં હતી ત્યારે વાહન ચોર ગેંગની બાતમી મળતા તેઓને દબોચી લીધા હતા...પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરતા તેમણે અલગ-અલગ વિસ્તારોમાં કરેલી વાહનોની ચોરીઓ કબૂલી હતી જેથી પોલીસે ચોરાયેલા વાહનો પણ કબજે લીધા છે અને સંબંધિત પોલીસ મથકોને મામલે જાણ કરી છે...વાહન ચોરી કરનારી ગેંગના ચાર સભ્યો ઝડપાયા છે જેમાંથી ત્રણ બનાસકાંઠાના રહેવાસી છે અને એક રાજસ્થાનના શિરોહીનો છે આરોપીઓ પાસેથી પોલીસે એક કાર અને 10 બાઇક સહિત કુલ રૂપિયા દસ લાખ ૭૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Download Our B K News Today App



Related News