પાટણ ખાતે લોકસભા ચૂંટણીના કોંગ્રેસ કાર્યાલયનો શુભારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-10 06:44:41
  • Views : 473
  • Modified Date : 2019-04-10 06:44:41

કોંગ્રેસ માટે પાલિકાની ચૂંટણી હોય કે વિધાનસભાની એક એવું કાર્યાલય જે સાબિત થાય છે લક્કી. પાટણ-ડીસા રોડ પર બંસી કાઠીયાવાડી હોટલની સામે આવેલું કાર્યાલય કોંગ્રેસ માટે લક્કી સાબિત થયું. અગાઉ પણ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મધ્યસ્થી કાર્યાલય તરીકે અહીં કાર્યાલય બનાવાયું હતું, જેમાં કોંગ્રેસ પક્ષની જીત થઇ હતી. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં પણ કિરીટ પટેલ માટે આજ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું હતું તેમાં પણ કિરીટ પટેલની જીત થઈ હતી. તો હવે કોંગ્રેસને વિશ્વાસ બેસી ગયો કે આ કાર્યાલય કોંગ્રેસ પક્ષ માટે લક્કી હોય તે માટે લોકસભાની ચૂંટણીમાં પણ આને જ કાર્યાલય બનાવાય તો પાટણમાં આપણી જીત નક્કી છે. જેને લઇ તા.૮  એપ્રિલના રાત્રે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.


Download Our B K News Today App



Related News