પાટણ ખાતે રાજ્યના 7 જિલ્લાનો કલા ઉત્સવ યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-22 17:54:23
  • Views : 324
  • Modified Date : 2019-11-22 17:54:23

ગુજરાત રાજ્યના સાત જીલ્લાઓનો ઝોન કક્ષાનો કલા ઉત્સવ 26 નવેમ્બરના રોજ પાટણ ખાતે યોજાશે. જેમાં કંઠ્ય સંગીત, વાદ્યસંગીત નૃત્યકલા અને ચિત્રકલાની સ્પર્ધા થશે. આ સ્પર્ધાઓમાં સાત જિલ્લાના 64 જેટલા સ્પર્ધકો ભાગ લેશે. આ કલા ઉત્સવમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાશે.આમ વિદ્યાર્થીઓમાં રહેલી કલાને ઉજાગર કરીને પ્રોત્સાહિત કરવા માટે પાટણ બી.ડી હાઈસ્કૂલ ખાતે 26 નવેમ્બરે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત યોજાનારા ઝોન કક્ષાનો કલા ઉત્સવ યોજાશે . જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લાના ધોરણ 9 થી 12ના 64 જેટલા સ્પર્ધકો ભાગ લેશેઆમ આ કળા મહોત્સવમાં દરેક જિલ્લામાંથી આઠ સ્પર્ધકો જોડાશે. આ સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકો રાજ્યકક્ષાએ ભાગ લે છે અને ત્યારબાદ નેશનલ કક્ષાએ સ્પર્ધા થશે.આમ માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા આ કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેવું જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News