૫૦ ટકા અને શક્ય હોય તો સંપૂર્ણ ફી માફ અંતર્ગત પાટણમાં ગુજરાત જન અધિકાર મંચ-પાટણ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-17 11:59:23
  • Views : 355
  • Modified Date : 2020-10-17 11:59:23

હાલના સમયમાં ચાલી રહેલી વૈશ્વિક કોરોના મહામારી અંતર્ગત તમામ ધંધા રોજગાર ઢપ પડ્યા છે. આ કોરોના મહામારીના કારણે માર્ચ મહિનાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું. માર્ચ મહિનાથી કોઈપણ પ્રકારનું શૈક્ષણિક કામકાજ કરવામાં આવ્યું નથી. જયારે આપણા મુખ્યમંત્રી દ્વારા ગાઈડલાઈન પ્રમાણે જેમ જેમ અનલોક આપવામાં આવ્યા તેમ તેમ દરેક વિભાગોમાં રાહત આપવામાં આવી છે. ત્યારે થોડાક સમય પહેલા શિક્ષણમંત્રી દ્વારા ૨૫ ટકા ફી માફીનો
પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્રથી તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ અસંતુષ્ટ છે. જેથી પાટણમાં ગુજરાત જન અધિકાર
મંચ-પાટણ દ્વારા તમામ વિદ્યાર્થીઓની ૫૦ ટકાથી વધુ અને શક્ય હોય તો સંપૂર્ણ ફી માફ થાય તે અંતર્ગત પાટણ બગવાડા દરવાજા ખાતે સહી ઝુંબેશ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમ ૫ દિવસ
પાટણના જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવશે અને ૫ દિવસ પછી આ સહીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપીને રજુઆત કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News