પાટણ જિલ્લાના શંખેશ્વરના કુવારદના ખેડૂતને બેસ્ટ ફાર્મર એવોર્ડ મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-24 17:21:28
  • Views : 425
  • Modified Date : 2019-11-24 17:21:28

દેશભરના શ્રેષ્ઠ સાત ખેડૂતોમાં ગુજરાતમાંથી પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુવારદા ગામના ખેડૂત રાજુભાઈ જગમાલભાઇ જાદવને બેસ્ટ ફાર્મર તરીકેનો એવોર્ડ મળતા સમગ્ર પંથકના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.જેમાં શંખેશ્વર તાલુકાના કુવારદા ગામના નાડોદા રાજપૂત સમાજના ખેડૂત રાજુભાઈ જાદવ  ખેતી માટે સમગ્ર પંથકમાં જાણીતા છે.જેમાં રાજુભાઈએ તેમના ખેતરમાં મલબારી લીમડાના 1100 વૃક્ષ વાવી તેમની કાયમી સારસંભાળ રાખી રહ્યા છે.તેમજ ચણા અને જીરૂના બીજઉત્પાદન પણ વર્ષ 2016માં કર્યું  છે. આમ ઉત્તર ગુજરાતમાં કાળા જીરાની વાવણીની શરૂઆત કરનારા ખેડુત છે.આમ પાણી બચાવો અભિયાન અંતર્ગત ખેતરમાં પાણી રીચાર્જ માટે હોલિયા કરેલ છે. આ ઉપરાંત પ્લાસ્ટિક મુક્તિ અભિયાન છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ સક્રીય રીતે ચલાવે છે.આ.માં વર્ષ  2016માં તેઓને પાટણ જિલ્લા બેસ્ટ ફાર્મર તરીકેનો એવોર્ડ મળ્યો છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ ફોર્મ આપી તે ભરીને તેની ખરાઇ કરીને નેશનલ લેવલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે સ્પર્ધા નાસિક ખાતે કૃષિથોન પરિવાર દ્વારા યોજી હતી. જેમાં દેશભરના મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન ,સહિતના આઠ ખેડૂતોને બેસ્ટ ખેડૂત તરીકે પસંદગી થયા હતા. જેમાં ગુજરાતમાંથી રાજુભાઈની પસંદગી થતા બેસ્ટ ફાર્મર એવોર્ડથી સન્માન્યા હતા. આમ જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ દ્વારા તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

Download Our B K News Today App



Related News