પાટણ જિલ્લામાં વિવિધ સ્થળોએ HSRP નંબર પ્લેટ ફીટમેન્ટ કેમ્પ યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-06 15:58:57
  • Views : 485
  • Modified Date : 2020-01-06 15:58:57

પાટણ જીલ્લામાં જુના વાહનો માટે ખાસ HSRP નંબરપ્‍લેટ ફીટમેન્ટ કેમ્પનું આયોજન કરેલ છે. જે કેમ્પમાં ફીટમેન્ટ કરાવવા માંગતા વાહનમાલિકોએ કેમ્પની તારીખના બે દિવસ ૫હેલાં www.hsrpgujarat.com ઉ૫ર અથવા FTA HSRP CUSTOMER KYC મોબાઈલ એપ્લીકેશન દ્વારા વાહનની આર.સી બુક 4 આઈ.ડી.પ્રુફ,4 અને સેલ્ફ ડેકલેરેશન ફોર્મ અ૫લોડ કરી તેની ફી ઓનલાઈન અથવા કચેરીની HSRP કાઉન્ટર ૫ર જરૂરી ફી ભરપાઈ કરવાની રહેશે. ત્યારબાદ તેઓ જે કેમ્પ ૫ર ફીટમેન્ટ કરાવવા ઈચ્છે છે તેની નોંધ HSRP કાઉન્ટર ૫ર કરાવવાથી તે તારીખના રોજ તેમની નંબરપ્લેટ જેતે સ્થળ ઉ૫ર ફીટ કરી આ૫વામાં આવશે.જેમાં ઓનલાઈન ફી પેમેન્ટ કરેલ અરજદારોએ તેમની ફીની રસીદ ૫ર તેઓ જે કેમ્પમાં ફીટમેન્ટ કરાવવા ઈચ્છતાં હોય તે તારીખ અને સ્થળ લખી એ.આર.ટી.ઓ કચેરીના એચ.એસ.આર.પી. કાઉન્ટર પર રૂબરૂ જમા કરાવવાનું રહેશે અથવા ઈ-મેઈલ આઈ.ડી. ec.patan@hsrp.in પર રસીદ મોકલી આપવાની રહેશે. જરૂરી માહિતી કેમ્પના બે દિવસ ૫હેલાં ફરજીયાત મોકલવાની રહેશે.આમ જિલ્લામાં આ સ્થળે કેમ્પ યોજાશે.રાધનપુર સિઘ્ધિવિનાયક શોપીંગ સેન્ટર4 સીનાડ રોડ-રાધનપુર તા.4,18,31 જાન્યુઆરી 2020,સાંતલપુર આઈ.ટી.આઈ-સાંતલપુર તા. 5,19 જાન્યુઆરી 2020,હારીજ આઈ.ટી.આઈ.-હારીજ તા. 7,21 જાન્યુઆરી 2020,સિદ્ધપુર સતપાલની ફેકટરી-સિધ્ધપુર તા.9 , 27 જાન્યુઆરી 2020,સમી આઈ.ટી.આઈ.-સમી તા.11 ,23 જાન્યુઆરી 2020,શંખેશ્વર ક્રિષ્ના કોમ્પ્લેક્ષ-શંખેશ્વર તા.12, 25 જાન્યુઆરી 2020,ચાણસ્મા સાંઈબાબા નજીક-ચાણસ્મા તા.16 , 29 જાન્યુઆરી 2020

Download Our B K News Today App



Related News