પાટણ જિલ્લાના બાળકોના આરોગ્યની તપાસ હાથ ધરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-21 14:15:05
  • Views : 380
  • Modified Date : 2019-11-21 14:15:05

 રાજ્યના પાટણ જિલ્લામાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત તા. 25/11/2019 થી તા.30/01/2020 સુધી યોજવામાં આવનાર છે.આમ આ કાર્યક્રમમાં પાટણ જિલ્લાની 1441 આંગણવાડી, 921 પ્રાથમિક શાળા, 232 ઉચ્ચત્તર માધ્યમિક અને 27 અન્ય સરકારી અને ખાનગી સંસ્થાઓના કુલ- 3,62,903 જેટલા બાળકોની તેમજ શાળાએ ન જતા 18 વર્ષ સુધીના બાળકોની કુલ- 326 જેટલી ટીમો દ્વારા આરોગ્ય તપાસણી કરાશે. જેમાં નાની મોટી બિમારીવાળા બાળકોને સેવા અને સુપર સ્પેશ્યાલીસ્ટ સહિતની સારવાર વિનામુલ્યે આપવામાં આવશે.

Download Our B K News Today App



Related News