પાટણના અજૂજામાં તીડને ઢોલ - ટોકર વગાડી ભગાડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-21 17:52:53
  • Views : 842
  • Modified Date : 2019-12-21 17:53:49

સરસ્વતી તાલુકાના અજુજા ગામે ગુરૂવારે સાંજે તીડના ટોળાએ રાતવાસો કરયો હતો.બીજા દિવસે શુક્રવારે સવારે તીડનુ તોળુ નૂકશાન ન કરે તેને લઇને અજુજાગામના ખેડુતો વહિવટી તંત્ર માહિતી મુજબ લોકો ટોકર ઢોલ વગાડ્યા અને ધૂમાડા કર્યા હતા. પણ અજુજા ગામની બીજી સિમ વિસ્તારમાં તીડ જીરૂ વરીયાળી ઘઉં અને દિવેલા નૂકશાન કરીને ડીસા તાલુકામાં તરફ ગયા હતા.જ્યારે શુક્રવારે સવારે 9 કલાક પછી તીડના ટોળા ભગાડવા ખેડૂતોએ ઢોલ થાળી ટોકરથી અવાજ અને ધુમાડા હાકલા પડકાર તીડ ઉડવા લાગ્યા હતા પણ તીડના ટોળાના બે ભાગ થઇ ગયા હતા.તીડનુ ટોળુ જતા જતા અજુજા ગામની બીજી સિમમાં જીરૂ વરીયાળી ઘઉં અને દિવેલા ખેતરોમાં પાકને નૂકશાન કરી ડીસા તાલુકાના સદરપુર, માણેકપુરા, ખરડોસણ, ધુવા,સામઢી,રસાણા તરફ નિકળ્યા હતા.અજુજા ગામે પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ , સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર , પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ, ખેતીવાડી અધિકારી શૈલેષભાઇ પટેલ સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. અજુજાના ખેડૂત ભૂપતસિંહ દેસળજી ઠાકોર, અમરાજી ઠાકોર, કેવળજી ઠાકોર, માલાજી ઠાકોર, જયંતીજી ઠાકોર સહિત ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે જ્યાં તીડનું ઝુડ હતું ત્યાં ખેતરોમાં અમારા પરિવાર સાથે થાળી-વાટકા ડબ્બા અને ધુમાડો કરી તીડને ભગાડયા હતા.

Download Our B K News Today App



Related News