પાટણનું અડીયા ગામ સી.સી .ટી .વી કેમેરાથી સજ્જ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-18 13:27:42
  • Views : 799
  • Modified Date : 2019-11-18 13:27:42

હારીજ-પાટણ હાઇવે પર આવેલ અડીયા ગામ સીસીટીવી કેમેરા, લાઉડસ્પીકર, હેલોજન અને સ્ટ્રીટલાઈટ સહિતની સુવિધાઓથી સજ્જ બન્યું છે. ત્યારે હવે સાર્વજનિક પુસ્તકાલય નિર્માણ પામવાનું છે.જેમાં ગ્રામ પંચાયતની સક્રિયતાથી આ ગામ વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યું છે સાથે સાથે ગામના મહોલ્લાઓના નામ દેશના મહાપુરૂષો વીર ભગતસિંહ, સ્વામી વિવેકાનંદ, મહારાણા પ્રતાપ, ડો. આંબેડકર, વીર સાવરકર અને સરદાર પટેલ સાથે યોગેશ્વર શેરી જેવા નામ આપવામાં આવેલા છે. આમ હારીજ તાલુકાનું અડિયા ગામ 6000ની જનસંખ્યા ધરાવતું તાલુકાનુ સૌથી મોટું ગામ છે‌. ગામમાં પટેલ, રાજપુત, ઠાકોર, બ્રાહ્મણ, જૈન, મુસ્લિમ, પંચાલ, દેસાઈ, દલિત, દેવીપુજક સહિતના સમાજના લોકો વસવાટ કરે છે. લોકોને શહેર જેવી ગામમાં સુવિધા મળી રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા રૂ.3.30 લાખના ખર્ચે ગામમાં અઢી કિલોમીટરના ઘેરાવામાં ૩૫ જેટલા સ્પીકર લગાવ્યા છે. તેના થકી ગામલોકોને સરકારી યોજનાઓ, સારવાર કેમ્પ, વેરો ભરી જવો જેવી વિવિધ માહિતીઓ સાથે સામાજિક બાબતોએ જાણકારી રખડતા પશુઓના માલિકને સુચના આપવી ઉપરાંત વહેલી સવારે પ્રભાતિયા અને સાંજે સંગીત આખા ગામમાં વગાડાય છે. સુરક્ષા માટે ગામના તમામ પ્રવેશદ્વારો પર રૂ.2 લાખના ખર્ચે નવ સી.સી.ટી.વી કેમેરા,ગામના મુખ્ય માર્ગો પર 50 વોલ્ટના 12 હેલોજન લગાવ્યા છે. ગામની દરેક શેરી-મહોલ્લા અંદાજે 250 જેટલી સ્ટ્રીટલાઈટની સુવિધા,ગટર વ્યવસ્થાથી પણ સજ્જ છે. યુવાનો માટે ગ્રામપંચાયત દ્વારા ગામમાં સરદાર પટેલ સાવૅજનિક પુસ્તકાલય નિર્માણ કરવાની કામગીરી પણ શરૂ કરી છે. ગામના બસ સ્ટેન્ડ ઉપર સકૅલ બનાવી ગામના સ્થાપક ગુરુ ગેડાગીરી મહારાજનું બાવલું મુકવા માટેનું આયોજન કર્યું છે તેવું ગ્રામ પંચાયતના સદસ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું.
રમત-ગમત મેદાન કોમ્યુનિટી હોલ બનાવાશે : સરપંચ
આમ સરપંચ સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે બાળકો માટે રમત-ગમત મેદાન અને કોમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન છે. જે આગામી 15 વર્ષ સુધી પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે રૂ.25 લાખના ખર્ચે પાઇપલાઇન નખાશે નવો ટ્યુબવેલ બનાવાશે. સ્વચ્છતા માટે બે ટ્રોલી મારફતે કચરો દૂર કરાય છે. 135 વિધવા મહિલાઓને સહાય મળે તે માટે કામગીરી કરાઈ જમીન વારસાઈ માટે એક માસનો કેમ્પ કરાશે. તેમજ વર્ષો જૂનાં નેળીયા ખુલ્લા કરવાનું કામ ચાલે છે.

Download Our B K News Today App



Related News