ગુંગરડીમાં એક જ પરિવારની ચાર દીકરીના પાટાડુંગરી તળાવમાં ડૂબવાથી મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-14 14:40:31
  • Views : 448
  • Modified Date : 2020-06-14 14:40:31

ગરબાડા તાલુકાના ગુંગરડી ગામના માળ ફળિયાના એક જ પરિવારની ચાર દીકરીઓના તળાવમાં ડૂબવાથી મોત થયા છે. આ ચારેય દીકરીઓ બકરા ચરાવવા પાટાડુંગરી તળાવમાં ગઈ હતી. જ્યાં નદીના તટ વિસ્તારમાં ન્હાવા પડતાં ડૂબી જવાથી મોત થયા છે. ગુંગરડી ગામના માળ ફળીયાના કનુ ભાભોર, હરમલ ભાભોર, ઉદેસિંગ ભાભોર, કમલેશ ભાભોર વરસાદ સારો પડી જતા વાવેતર કરવા ખેતરે ગયા હતા. જ્યારે આ 4 ભાઈની દીકરીઓ બકરા ચરાવવા ઘરેથી પાટાડુંગરી તળાવમાં ગઈ હતી. ત્યાર બાદ બકરા ચરાવતા ચરાવતા ચારેય દીકરીઓ પાટાડુંગરી તળાવને મળતી ખરોડ નદીના તટમાં ન્હવા પડતા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. 

Download Our B K News Today App



Related News