અમીરગઢ પંથકમાં વરસાદથી ખેડૂતો અને પશુપાલકો બેહાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-14 12:03:27
  • Views : 412
  • Modified Date : 2020-06-14 12:03:27

અમીરગઢ વિસ્તારમાં ખેડૂતોએ ઉનાળુ સીઝનમાં મોંઘા ખાતર , બિયારણ અને દવાઓ ખરીદી વાવેતર કર્યા હતા, તેમજ મહા મહેનતે પાક તૈયાર કર્યા હતા. પરંતુ એક તરફ કોરોના વાયરસની મહામારી ઓછી પડતી હોય એમ પાકીને તૈયાર થયેલા પાકો ઉપર
ઉપરાઉપરી ત્રણ ચાર વરસાદી માવઠા થતા ક્યાંક ઉભા પાકો અને કાપણી કરેલા પાકો તહસનહસ થતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. ત્યારે આની ભરપાઈ ક્યાંથી કરવી એ સવાલ ઉભો થયો છે અને હજુ પણ જો એકાદ બે માવઠા થાય તો સંપૂર્ણ નુકસાન થાય તેમ છે. ત્યારે આ વિસ્તારમાં એવા નાના ખેડૂતો પણ છે જે પશુપાલન ઉપર
પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે જેમને સૂકા ઘાસચારાની સતત જરૂર રહેતી હોય છે. જેથી વરસાદી માવઠાથી બાજરી અને મગફળીની સૂકી ચાર
પલળી જતા વિસ્તારમાં સૂકા ઘાસચારાની તંગી વર્તાઈ તેવી ભીતિ સેવાઇ રહી છે.
બીજી તરફ પંથકમાં જોરદાર પવન સાથે આવેલા વરસાદી માવઠાથી લોકોના ઘરો અને પશુઓના સેડ ઉપરથી
 પતરા ઉડતા જોવા મળ્યા હતા. આવા સમયે જવાબદાર તંત્ર દ્વારા વિસ્તારની સમીક્ષા કરી માવઠાથી નુકસાન થયેલા ખેડૂતો અને પશુપાલકોને સરકાર તરફથી આર્થિક રીતે મદદ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News