પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવારને દૂધસાગર ડેરીના પશુપાલકોએ સમર્થન આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 05:18:33
  • Views : 457
  • Modified Date : 2019-04-19 05:18:33

પાટણમાં દૂધસાગર ડેરીના પશુપાલકોના સમર્થનથી ભાજપમાં ભડકો લોકસભાની ચૂંટણીના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને લોકલાડીલા  જગદીશ ઠાકોરના સમર્થનમાં શુક્રવારના રોજ પાટણ શહેરના શ્યામાપ્રસાદ મુખરજી પાર્ટીપ્લોટ ખાતે દૂધસાગર ડેરીના પશુપાલકોની જાહેર સભા યોજવામાં આવી હતી. પાટણ ખાતે આયોજિત કરાયેલા દૂધસાગર ડેરીના પશુપાલકોની આ જાહેરસભામાં ઉપસ્થિત રહેલા ડેરીના ચેરમેન  આશાબેન ઠાકોરે મહિલા વિરોધી ભાજપ સરકારને આગામી લોકસભામાં કચાકચાવીને  જવાબ આપવાનો સમય પાકી ગયો હોવાનું જણાવી સહકારી સંસ્થાઓને સરકારી સંસ્થા બનાવવા નીકળેલા ભાજપના નેતાઓને  તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડેહાથ લીધા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ડેરીના વાઇસ ચેરમેન, પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, દૂધસાગર ડેરીના ડિરેક્ટર શંકરભાઈ ચૌધરી, કાનજીભાઈ દેસાઈ ,ભુરાભાઈ જોષી સહિત અગ્રણીઓએ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી હતી. જેને લઇને પાટણ લોકસભા બેઠકના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. અને ભાજપ દ્વારા પ્રચારમાં પણ જોર વધારવામાં આવ્યું છે.


Download Our B K News Today App



Related News