પાલનપુરના લધુમતી વિસ્તારમાં પશુઓના કપાયેલા માથા મળતા ઉત્તેજના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-14 11:44:58
  • Views : 1658
  • Modified Date : 2019-08-14 11:44:58

પાલનપુરના લઘુમતી વિસ્તારમાંથી મંગળવારે ગૌવંશના બે કપાયેલા માથા
પડ્‌યા હોવાની બાબત સામે આવી હતી. જ્યાં દોડી ગયેલા હિન્દુ સંગઠનો તેમજ જીવદયા પ્રેમીઓએ પોલીસને જાણ કરી તાત્કાલિક આ અંગે તપાસ કરાવતાં આ માથા પાડાના હોવાનું બહાર આવ્યું હતુ. આ ઘટનાક્રમને લઇ દિવસભર શહેરમાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.પાલનપુરમાં ચકચારી બનેલી ઘટનાની પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના તીનબત્તિ વિસ્તારમાં ગંદકીના ઢગલામાં વીજપોલ પાસે બે ગૌવંશના માથા કપાયેલી હાલતમાં ફેંકી દેવાયેલા હોવાનીની જાણ થતાં શહેરના હિન્દુ સંગઠનોના સદસ્યો તેમજ જીવદયાપ્રેમીઓ એકત્ર થતાં ઘટનાસ્થળે દોડી ગયા હતા. જેમણે આ હત્યાની ઘટનાને શખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. અને તાત્કાલિક
પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી આવેલી
પોલીસે બંને માથા કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં આ માથા ગાયના નહી પણ પાડાના હોવાનું બહાર આવ્યું હતુ. ગઇકાલે બકરી ઇદમાં આ પાડા કાપવામાં આવ્યા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

Download Our B K News Today App



Related News