પાણી નહીં મળતાં ગ્રામજનો સહિત પશુઓની કફોડી હાલત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 11:21:08
  • Views : 427
  • Modified Date : 2019-04-29 11:21:08

ઉનાળાના પ્રારંભે જ દિયોદર તાલુકાના પાલડી ગામમાં દસ પંદર દિવસથી
પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાવા પામી છે.
દિયોદર તાલુકાના પાલડી (મીઠી) ગામમાં છેલ્લા પંદર દિવસથી પાણી ન મળવાને લીધે ગામમાં આવેલ પાણીના હવાડા કોરાકટ જોવા મળી રહ્યા છે.  તેમજ કેટલા પશુ-પંખીઓના પાણીના લીધે મોત થયા છે  તેવું ગામ લોકો જણાવી રહ્યા છે. આવી વિકટ બનેલી સમસ્યા વચ્ચે ગામમાં સો જેટલી અંદાજિત ગાયો અને અન્ય
પશુધન પણ હવાડામાં પાણી ન હોવાના લીધે નિસાસા નાખી રહી છે. તેમજ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરી ગામના હવાડા અને ટાંકીમાં પાણી ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News