કોરોનાના કહેર વચ્ચે પાંજરાપોળના પશુઓની હાલત કફોડી સહાય આશ્રિત ચાલતી પાંજરાપોળના પશુઓ જીવાડવા મુશ્કેલ બન્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-03 12:19:00
  • Views : 422
  • Modified Date : 2020-07-03 12:19:00

છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા લોકડાઉનના કારણે માત્ર લોકો જ નહી પરંતુ પશુઓની હાલત પણ કફોડી બની ગઈ છે.  દાનવીરો માનવ સેવામાં દાન આપતા પશુઓ માટે દાનની આવક ઘટી છે. જેથી સહાય આશ્રિત ચાલતા
પાંજરાપોળમાં પશુઓને જીવાડવા મુશ્કેલ બનતા
પંજારપોળના સંચાલકોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે.
કોરોનાના કહેર વચ્ચે આમ માનવી સાથે સાથે પશુઓની હાલત પણ ક્યાંક કફોડી બની રહી છે. અત્યારે ગુજરાતમાં આવેલા ૮૦૦ જેટલી
પાંજરાપોળ અને ગૌશાળામાં ચાર લાખ કરતા પણ વધુ
પશુઓ સરકાર અને દાનવીરોના સહયોગથી જીવી રહ્યા છે. સંચાલકો દ્વારા દાન એકઠું કરી પશુઓનો નિભાવ થઈ રહ્યો છે. સતત ત્રણ મહિનાથી ચાલતા લોકડાઉનના કારણે માનવ જીવનને તકલીફ ઊભી થતા દાનવીરો માનવ સેવામાં લાગ્યા છે. જેથી
પાંજરાપોળ અને ગૌશાળામાં દાનની આવક ઘટવા લાગી છે. જેના કારણે પશુઓને કઈ રીતે બચાવવા તે પ્રશ્ન ઉભો થયો છે. પાંજરાપોળના સંચાલક ભરતભાઇ કોઠારીએ સરકારમાં પત્ર લખી લોકડાઉનના કારણે ગુજરાતની પાંજરાપોળમાં નભતા ચાર લાખ પશુઓને બચાવવા રજૂઆત કરી છે. જો સરકાર સહાય નહિ આપે તો ફરી એકવાર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચારી છે.
જોકે સરકાર દ્વારા અગાઉ બે માસ માટે પશુ દીઠ દૈનિક રૂ. ૨૫/- ની સહાય કરી હતી. જે ખૂબ જ ઓછી હોવા છતાં એકમાસ પશુઓને ઓક્સિજન સમાન સહાય રહી હતી. પરંતુ હાલ સહાય બંધ થતા પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ ૧૫૪ ગૌશાળા અને પાંજરાપોળમાં ૭૫ હજારથી વધુ પશુઓ છે. અત્યાર સુધીમાં બાકીમાં ઘાસચારો લાવી પશુઓને ખવડાવતા હતા. પરંતુ હવે ઘાસચારો પણ ઉધાર મળતો નથી. વળી પેટ્રોલ, ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ વધતા ઘાસચારાનો ભાવ પણ વધી ગયો છે. આવનાર સમયમાં ધીરે ધીરે પશુઓની હાલત ગંભીર બનતી જશે, જેથી સરકાર સહાય કરે તે જરૂરી છે.  

Download Our B K News Today App



Related News