બનાસકાંઠામાંથી અબોલ પશુધનને કતલખાને જતું બચાવવા પેટ્રોલીંગવાન ફાળવાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-24 11:52:04
  • Views : 414
  • Modified Date : 2019-06-24 11:52:04

બનાસકાંઠા સહિત રાજ્યના અન્ય જિલ્લામાંથી અબોલ
પશુઓને કતલખાને ધકેલવામાં આવી રહ્યું છે. જે વાહનો રાત્રી દરમિયાન બનાસકાંઠાની રાજસ્થાન બોર્ડરેથી પસાર થઈ રહ્યા રહ્યા છે. જીવદયા પ્રેમીઓ દ્વારા અવાર નવાર આવા વાહનો પકડવામાં પણ આવી રહ્યા છે. ત્યારે અબોલ પશુઓને કતલખાને ધકેલાતું બચાવવા માટે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીને પેટ્રોલીંગવાન ફાળવવાનો નિર્ણય સોસાયટીની વાર્ષિક સાધારણ સભામાં લેવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની વાર્ષિક સભા જિલ્લા કલેકટર સંદીપ સાંગલેની અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ નવમી સાધારણ સભામાં મહત્વના નિર્ણયો લેવાયા હતા  જેમાં નવમી વાર્ષિક સાધારણ સભામાં થયેલ ખર્ચાઓ વિષેની એજન્ડા મુજબની ચર્ચાઓ કરાઈ હતી.  તેમજ નવા કામોને લઈ અને આગોતરા  આયોજન માટે વિશેષ ચર્ચાઓ કરવામાં કરાઈ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી કતલખાને જતા અબોલ પશુઓને રોકવા માટે
પેટ્રોલિંગ વાન સોસાયટીને ફાળવવા દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં પેટ્રોલિંગ વાનમાં સોસાયટીના મેમ્બરો સાથે પોલીસ કર્મચારીઓ રહેશે. જેથી કોઈપણ પ્રકારનું જોખમ મેમ્બરો પર ન રહે તેવું ડીવાયએસપીએ જણાવ્યુ હતું. અને દરખાસ્ત પણ  કરવામાં આવી હતી. તેમજ ગૌવંશ માટે જે કાયદો બનાવવામાં આવ્યો છે તેવી રીતે અન્ય પશુઓ માટે કાયદો બનાવવામાં આવે તેવી તમામ મેમ્બરો દ્વારા  માંગ કરીઇ હતી. આવા પશુઓ કતલખાને જતા હોય છે. તેને રોકવા માટે જિલ્લા કલેક્ટરે ધ્યાનમાં લઇને સરકાર સુધી રજૂઆતો
પહોંચાડવાની પણ ખાતરી
આપી હતી. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર સોસાયટી દ્વારા પક્ષીઓ માટે પાણીના કૂંડા ચકલીઘર પાટણ-બનાસકાંઠા જિલ્લામાં  વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય પશુઓ માટે સેવાકીય પ્રવુતિ કરવામાં આવેલ છે.  અને અબોલ
પશુઓ પર થતા અત્યાચાર ને રોકવા જીઁઝ્રછ ના સભ્યો પૂરતું ધ્યાન રાખશે.  જિલ્લામાંથી કતલખાને જતા પશુઓને પકડી નજીકના પાંજરાપોળ અને ગૌશાળાઓમાં મોકલી દેવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.આ બેઠકમાં પાલનપુર  ડીડીઓ, જિલ્લા પોલીસ અધિકારી તેમજ જીલ્લા પ્રાણી અત્યાચાર સોસાયટીના
ઉપપ્રમુખ જે. બી. દોશી, નાયબ
પશુપાલન અધિકારી અને સોસાયટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News