બનાસકાંઠામાં પશુ આહારના ભાવ આસમાને

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-07 11:12:11
  • Views : 1905
  • Modified Date : 2020-04-07 11:45:35

બનાસકાંઠા એ પશુપાલન
પર નભતો જિલ્લો છે. અહીંયા મોટાભાગના લોકો પશુપાલન
પર નિર્ભર છે.  ત્યારે કોરોનાને લઈને ૨૧ દિવસના લોકડાઉન બાદ પશુપાલકોની હાલત કફોડી બની છે. હાલ પશુઆહારનો ભાવ રૂ. ૫૦ થી ૪૦૦ સુધીનો ભાવ વધી જવા પામ્યો છે. જેથી પશુપાલન પર વધુ બોજો આવ્યો છે. પશુપાલકોને પાપડી ની બોરી જે ૧૨૦૦ મળી રહેતી હતી જે આજે ૧૫૦૦ થી ૧૬૦૦ માં મળે છે. એટલે ૩૦૦ થી ૪૦૦ નો વધારો આવ્યો છે. જીરાડો ૧૦૦૦ માં મળતો હતો જે હવે ૧૪૦૦ થી ૧૫૦૦ માં મળે છે. જેમાં ૪૦૦ થી ૫૦૦ નો વધારો આવ્યો છે. જવ ભરડો ૯૦૦ માં મળતો હતો જેના ૧૧૦૦ થયા ૨૦૦ નો વધારો થયો. આમ દરેક
પશુઆહારમાં ભાવ રૂ. ૫૦ થી ૪૦૦ સુધી વધી જતા
પશુપાલકોની હાલત કફોડી બની છે.આ  બાબતે
પશુઆહારના વેપારી રમેશભાઈ માળીએ જણાવ્યું હતું કે અમે ૫૦ રૂપિયા પર ધંધો કરીયે છીએ પંરતુ હાલ જથ્થાબંધ વેપારી અને ફેક્ટરી માલિકો પાસે કાચો મટીરીયલ  ન હોવાના કારણે તેઓ એ ભાવ વધારી દીધા છે જોકે આટલા
પશુપાલક ને પોષાય તેમ નથી.તો પશુપાલક કલ્યાણભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે બોરીએ ૪૦૦ નો વધારો કરી દેતા અમને પોષાય તેમ નથી. સરકાર એક તરફ કહી રહી છે કોઈજ ભાવ વધારો નહિ થાય અને બીજી બાજુ અમારે ૪૦૦ રૂપિયા વધારે પશુઆહારમાં આપવા પડે છે. જોકે હાલ દૂધનો પણ ભાવ નથી ત્યારે લોકડાઉન બાદ અમારી સ્થિતિ ખરાબ થઈ છે. એકતરફ લોકડાઉન અને બીજી તરફ ભાવ વધારો
પશુપાલકો માટે આફત સમાન છે. જોકે લોકડાઉન સમયે મજબૂરીનો લાભ ઉઠાવનાર
વેપારીઓ સામે તંત્રએ કડક કાર્યવાહી કરવી જોઈએ. જેથી પશુપાલકો લૂંટાતા બચી શકે. હાલ જથ્થાબંધ વેપારી અને ફેક્ટરી માલિકો પશુપાલકોનો મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી ભારત દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તે દિવસથી રોજનું કમાઈને રોજ પોતાનું
પેટિયું રળતા લોકોને ભારેથી અતિ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં આપના જગતના તાત એવા ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે. પહેલાથી જ કમોસમી માવઠાએ બનાસકાંઠાના ખેડૂતોની કમર ભાંગી નાખી છે અને હવે આ લોકડાઉનના પગલે ભાવ વધારો થતા ખેડૂતોને અને પશુપાલકોને પોતાના પશુઓને આહાર કેવી રીતે આપવો તે એક મોટો યક્ષ પ્રશ્ન છે. આ ભાવ વધારે ને લઈને પશુપાલકોની હાલત કફોડી થવા પામી છે. જેથી તંત્ર અને લગતા વળગતા અધિકારીઓએ આ જગતના તાતને ઊભો કરવા ગડમથલ કરે તે સમયની માંગ છે.

Download Our B K News Today App



Related News