NCCના કાર્યક્ર્મમાં મોદીનું સંબોધન, મોદીએ કહ્યું- સમગ્ર દેશને તમારા પર ગર્વ છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-28 13:03:25
  • Views : 257
  • Modified Date : 2021-01-28 13:03:25

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ગુરુવારે રાષ્ટ્રીય કેડેટ કોર (NCC)ના કાર્યક્ર્મમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ દરમિયાન ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. આ કાર્યક્ર્મમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, ત્રણેય સેનાઓના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા છે.

    વડાપ્રધાન મોદીએ ગુરુવારે NCCના કાર્યક્રમમાં સબોધન કર્યું હતું. મોદીએ સંબોધન કરતાં જણાવ્યુ હતું કે અહીં આવીને હંમેશા સુખ ભર્યો અનુભવ થાય છે. સમગ્ર દેશ તમારા પર ગર્વ કરી રહ્યો છે. કરીયપ્પા પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલ આ કાર્યક્ર્મ દરમિયાન આલગ-અલગ રાજ્યોની તરફથી પરેડ નીકાળવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન દરેક પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

    દર વર્ષે દિલ્હીમાં NCCનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે, જ્યાં વડાપ્રધાન મુખ્ય અતિથિ હોય છે. જુદા-જુદા રાજ્યોમાંથી NCC સાથે જોડાયેલા આ વિધ્યાર્થીઓઆ કાર્યક્ર્મ માટે ઘણા લાંબા સમયથી તૈયારીઓ કરે છે .

Download Our B K News Today App



Related News