NCCના કાર્યક્રમમાં યુવાઓએ દેખાડ્યો જુસ્સો, PM મોદીને આપવામાં આવ્યું ગાર્ડ ઓફ ઓનર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-28 12:46:22
  • Views : 244
  • Modified Date : 2021-01-28 12:46:22

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ગુરુવારે રાષ્ટ્રીય કેડેટ કોર (NCC)ના કાર્યક્ર્મમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ દરમિયાન ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. આ કાર્યક્ર્મમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, ત્રણેય સેનાઓના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા છે.કરીયપ્પા પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલ આ કાર્યક્ર્મ દરમિયાન આલગ-અલગ રાજ્યોની તરફથી પરેડ નીકાળવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન દરેક પરેડનું નિરીક્ષણ કર્યું હતું.


Download Our B K News Today App



Related News