ડીસામાં નવા બસ સ્ટેન્ડમાં ભર ઉનાળે પંખા બંઘ રહેતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા અને ડેપો મેનેજરને રજૂઆત કરાઈ હતી..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-14 11:04:03
  • Views : 232
  • Modified Date : 2022-05-14 11:04:03

ડીસામાં નવા બસ સ્ટેન્ડમાં ભર ઉનાળે પંખા બંઘ રહેતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા અને ડેપો મેનેજરને રજૂઆત કરાઈ હતી..

 

ઉતર ગુજરાત નું આધુનિક ગણાતા ડીસા નવા બસસ્ટેન્ડ હંમેશા કોઈનાં કોઈ વિવાદમાં જોવા મલતુ હોય છે ત્યારે હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ડીસા નવા બસસ્ટેન્ડમાં પ્લેટફોર્મ પાસે લગાવેલ પંખા શોભાના ગાંઠિયા સમાન જોવાં મળી રહ્યાં છે ડીસા શહેરમાં 43 થી 45 ડીગ્રીના તાપમાન વચ્ચે પણ પંખા બંઘ હાલતમાં જોવા મળી રહ્યાં છે પરંતુ એસટી ડેપો માં કર્મચારીઓ ના રૂમમાં તમામ પંખા ચાલું જોવા મળી રહ્યાં છે ત્યારે મુસાફરો સાથે  જાણીજોઈને ભેદભાવ ભરી નીતી અપનાવવામાં આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે ડીસા બસ સ્ટેન્ડમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પંખા બંઘ રહેતાં ડેપો મેનેજરને રજુઆત કરવામાં આવતાં ડેપો મેનેજર દ્વારા તમામ પંખાઓ ઉનાળાની શરૂઆત પહેલાં રીપેરીંગ કરાવી હાલમાં તમામ પંખા ચાલું હોવાનું રટણ કરી પોતે ત્રણ દિવસથી રજા પર હોવાનું જણાવ્યું હતું ત્યારે સરકાર શ્રી દ્વારા વાહનવ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને કોઈપણ જાતની તકલીફો ના પડે તે માટે સતતં પ્રયત્નશીલ રહે છે ત્યારે ડીસા બસ સ્ટેન્ડમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પંખા બંઘ હાલતમાં જોવા મલતા બસ સ્ટેન્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓ સામે પણ મુસાફરો માં ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે જ્યારે બસ સ્ટેન્ડમાં આવેલ શૌચાલયમાં પણ  સંડાસના દરવાજા તુટેલી હાલતમાં જોવા મળી રહ્યાં છે અને સંડાસમાં કચરાના ઢગલા ખડકાયા હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આ મામલે એસટી ડેપો મેનેજર દ્વારા પણ જિલ્લા એસટી વિભાગને રજુઆત કરવામાં આવી છે પરંતુ હજુસુધી કોઈ કામગીરી કરવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું ઉલ્લેખનીય છેકે છેલ્લા કેટલાય સમયથી જિલ્લા એસટી વિભાગની ઘોર બેદરકારીના લીધે ઉતર ગુજરાતનું નંબર વન ગણાતું એસ ટી બસ સ્ટેન્ડમાં અત્યારે અનેક સુવિધાઓ અભાવ જોવા મળી રહ્યું છે જેણે લઈને  સરકાર બદનામ થઈ રહી છે ડીસા બસ સ્ટેન્ડમાં હજારોની મુસાફરોની અવરજવર છતાં પોલીસ પોઈન્ટ પણ મુકવામાં આવતા નહી મુસાફરો પણ અસુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે  ડેપો મેનેજર દ્વારા વારંવાર પોલીસ વિભાગમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં ડીસા શહેર પોલીસ દ્વારા પોલીસ પોઈન્ટ ફાળવવામાં આવતા નથી ત્યારે તાત્કાલિક અસરથી જિલ્લા કલેકટર શ્રી દ્વારા ડીસા એસટી ડેપો ની રૂબરૂમાં મુલાકાત કરી બસ સ્ટેન્ડમાં મુસાફરોને પડતી મુશ્કેલીને દૂર કરાવે તેવી  મુસાફરો દ્વારા લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી રહી છે

Download Our B K News Today App



Related News