ડીસા નવા બસસ્ટેન્ડમાં આવેલ શૌચાલયને રિનોવેશન માટે બંધ કરી દેવાતા મુસાફરો અટવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-08 13:34:33
  • Views : 313
  • Modified Date : 2021-08-08 13:34:33

     ડીસાના નવા બસસ્ટેન્ડમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રિનોવેશન માટેની કામગીરી ચાલુ કરવામા આવેલ  છે. ત્યારે હાલમાં બસસ્ટેન્ડમાં આવેલ એક માત્ર શૌચાલયને છેલ્લા અઠવાડિયાથી રિનોવેશન માટે બંધ કરી દેવાતા અને એસ.ટી.તંત્ર દ્વારા શૌચ માટેની કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા મુસાફરી કરવા આવતી જતી. જનતા ત્રાહિમામ પોકરી ઉઠી છે અને શૌચાલયની કોઈ પણ સુવિધા ન કરાતા મુસાફરો બસસ્ટેન્ડ આસપાસ જાહેર શૌચ કરતા નજરે પડી રહ્યા છે. તેમાં શૌચ માટે સૌથી વિકટ પરિસ્થિતિ મુસાફર મહિલાઓની થઈ રહી છે.   મહિલાઓ ન છુટકે જાહેરમાં શૌચ માટે મજબૂર પણ બનતી નજરે પડી રહી છે. જાે એક બાજુ સરકાર તરફથી નારી તુ નારાયણી જેવા કાર્યક્રમો યોજવામાં આવતા હોય અને તેમની કામગીરીને બિરદાવી તેમનંુ સન્માન કરાતંુ હોય ત્યારે ડીસા બસસ્ટેન્ડમાં તંત્ર દ્વારા મુસાફરો જેમાં ખાસ કરીને મહિલા મુસાફરો માટે શૌચાલયની કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા વગર બસસ્ટેન્ડનું શૌચાલય રિનોવેશન માટે બંધ કરી દેવાતા મુસાફર જનતા પરેશાની ભોગવી રહી છે. મુસાફરોએ જણાવ્યંુ હતું કે એસ.ટી.તંત્ર  દ્વારા શૌચાલય રિનોવેશન માટે બંધ કરાયુ છે પરંતુ તેમને મુસાફરોના શૌચાકિયા માટે કોઈ વ્યવસ્થા ન કરેલ હોવાથી પરેશાનીનો સામનો કરવો પડયો હતો.  અંત્રે ઉલ્લેખનિય એસ.ટી.તંત્ર દ્વારા બસસ્ટેન્ડના શૌચાલયને રિનોવેશન કરવામાં આવી રહ્યુ છે. તે કામગીરીને વેગ આપી જનતા માટે ખુલ્લુ મુકવામાં આવે અને શૌચાલયની હાલ પુરતી વૈકલ્પિક વ્યવસ્થા કરાય તે અત્યંત જરૂરી છે.

Download Our B K News Today App



Related News