થરાદના ચાર રસ્તા પર પાઇપલાઇન લીકેજ થતાં રસ્તા પર પાણી ભરાતાં મુસાફરોએ મુસકેલિનો સામનો કરવો પડ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-19 12:44:51
  • Views : 203
  • Modified Date : 2021-12-19 12:44:51

થરાદના ચાર રસ્તા પર પાઇપ લાઇનમાંથી લિકેજ થવાના કારણે પાણી છેક હાઇવે પર રેલાય છે . પરિણામે રોજબરોજ બસ કે અન્ય વાહનોમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ , કર્મચારીઓ અને મુસાફરોને ચારરસ્તા પર એકઠા થયેલા પાણીને લઇને ભારે મુસકેલિનો સામનો કરવો પડી રહ્યો છે . આજુબાજુ ઉભા રહેતા લારીગલ્લા ધરાવતા નાના વેપારીઓ પણ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે . રોજ સવારે મોર્નિંગવૉકમાં નિકળતા લોકોએ જણાવ્યું હતું કે અહીંયા પાણીનો બગાડ થાય છે . જ્યારે સોસાયટીઓમાં ટીપા ટીંપા પાણી માટે લોકો તરસી રહ્યા છે.વળી છેલ્લા મહિના કરતાં પણ વધારે સમયથી સતત અને એકધારૂ પાછી ગંદકી કરતું હોઇ મચ્છરજન્ય બિમારીઓ પણ નોંતરવાની પુરી શક્યતા છે . છતાં પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇનનું લિકેજ રિપેર કરવામાં આવતું નથી . આથી પાણીની બચત તો દુર પણ બગાડ થઇ રહ્યો છે .

Download Our B K News Today App



Related News