ડીસા દિપક હોટલ પાસે બસ બગડતા મુસાફરો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-25 11:01:53
  • Views : 323
  • Modified Date : 2022-06-25 11:01:53

 

ડીસા નવા બસટેન થી નીકળેલી બસ ડીસા દિપક હોટલ પાસે જતા બંધ થઈ ગઈ હતી જેના કારણે બસમાં બેઠેલા મુસાફરો કલાકો સુધી હેરાન પરેશાન થયા હતા. 

રાજ્ય સરકાર દ્વારા લોકો બસમાં સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે તે માટે બસોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ કેટલીક વાર એવી ઘટનાઓ બનતી હોય છે કે જેના કારણે બસોમાં બેઠેલા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે ખાસ કરીને એક શહેરથી બીજા શહેર સુધી મધ્યમ વર્ગના લોકો સારી રીતે મુસાફરી કરી શકે તે માટે હાલમાં સરકાર દ્વારા લેખ નવી બસોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તેમ છતાં પણ આજે મુસાફરો હજુ પણ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને આજે ડીસા નવા બસટેન થી નીકળી બસ પાલનપુર તરફ જવા માટે નીકળી હતી તે સમયે અચાનક બસમાં કંઈક ખામી સર્જાતા બસ દિપક હોટલ પાસે બંધ થઈ ગઈ હતી એક બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ બસ બંધ થઈ જતા કલાકો સુધી મુસાફરો હેરાન પરેશાન થયા હતા જે બાદ મુસાફરોની રજૂઆતના પગલે તાત્કાલિક બસ ડ્રાઈવર દ્વારા ડીસા નવા બસ ડેપો મેનેજરને જાણ કરતાં તાત્કાલિક અન્ય બધી સુવિધા કરી આપવામાં આવતા મુસાફરોએ રાહત અનુભવી હતી

Download Our B K News Today App



Related News