એસ ટી નિગમની બસો દ્વારા ઘણીવાર મુસાફરો સાથે ડીઝલ પંપ પર પહોંચતા મુસાફરોને કલાકો સુધી ખતરનાક ગરમીમાં સેકાવવું પડી રહ્યું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-13 11:27:28
  • Views : 991
  • Modified Date : 2022-05-13 11:27:28


છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલની આવક દેશમાં ઘટી ગઈ છે અને તેના પરિણામ સ્વરૂપે ભાવો પણ આસમાને પહોંચી ગયા છે.. કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા સરકારી વાહનો સાથે કરારો પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે.. ત્યારે વાત કરીએ એસ.ટી.ની તો એસ.ટી. દ્વારા ઇંડિયન ઓઇલના ડેપોમાં ડીઝલ ભરાવવામાં આવી રહ્યું છે.. પરંતુ તેવામાં હવે નવી મુશ્કેલી એ સર્જાઈ છે કે એસ.ટી. બસો જ્યારે ડીઝલ પુરવવા માટે ડીઝલ પંપ પર પહોંચે છે ત્યારે ઘણીવાર મુસાફરો સાથે પહોંચે છે.. અને જ્યાં સુધી એસ.ટી.માં ડીઝલ ન પુરાય ત્યાં સુધી મુસાફરોને ખતરનાક ગરમીમાં સેકાવવું પડી રહ્યું છે.. ડીસામાં અત્યારે ગરમી પાછલા તમામ વર્ષોના રેકોર્ડ તોડી રહી છે અને આટલી અસહ્ય ગરમીમાં લોકો પણ પરેશાન થઈ ચૂક્યા છે.. તેવામાં એસ.ટી.ની નીતિથી દૂર દૂરથી મુસાફરી કરીને આવતા મુસાફરોને વધારે હેરાન થવું પડી રહ્યું છે.. કારણ કે એસ.ટી. બસો મુસાફરોને બેસાડીને ડીઝલ પુરવવા માટે જતી હોવાના લીધે મુસાફરોને લાંબા સમય સુધી આટલી અસહ્ય ગરમીમાં બસમાં જ બેસી રહેવું પડે છે.. એક એસ.ટી.ને ડીઝલ પુરવવામાં પંદર મિનિટ જેટલો સમય લાગતો હોય છે અને તેવામાં આગળ એક બે એસ.ટી.હોય તેવા સંજોગોમાં અડધો કલાક સુધી મુસાફરો સાથે એસ.ટી.બસો તડકામાં ઊભી રહે છે અને તેના લીધે એસ.ટી.માં મુસાફરી કરતાં મુસાફરોની હાલત કફોડી બની ગઈ છે..

 

એસ.ટી. નિગમ દ્વારા મુસાફરોને આટલી અસહ્ય ગરમીમાં હેરાન કરવામાં આવી રહ્યા છે તે ખૂબ જ ખરાબ બાબત છે.. અને તેનાથી મુસાફરોને અસહ્ય ગરમીમાં પણ એસ.ટી.માં લાંબા સમય સુધી શેકવવું પડતું હોવાથી લોકોની હાલત પણ કફોડી બની રહી છે.. ત્યારે એસ.ટી. નિગમ દ્વારા એસ.ટી.બસ ખાલી થયા બાદ તેમાં ડીઝલ ભરાવવામાં આવે તો મુસાફરોને પડતી આ હાલાકી નિવારી શકાય તેમ છે.

Download Our B K News Today App



Related News