મુસાફરો ઉનાળામાં ધૂપ થી બળે અને ચોમાસામાં વરસાદથી પલળે છે છતાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-07 12:48:46
  • Views : 310
  • Modified Date : 2021-07-07 12:48:46

     ડીસા તાલુકાના વેપારી શહેર ભીલડી ધીરે ધીરે વિકાસ તરફ આગળ વધી રહ્યું હતું પરંતુ નેશનલ હાઈવે દ્રારા બ્રીજ બનતા શહેર બે ભાગમાં વહેંચાઈ જતાં વેપાર ધંધા ઉપર માઠી અસર પડી છે...ભીલડી શહેર આજુબાજુના 3૫ થી વધુ ગામોનું વેપારી મથક રહેલું છે પરંતુ ભીલડી શહેર અનેક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યું છે..રેલ્વે લાઇનથી ભીલડી રાજસ્થાન,કચ્છ અને અમદાવાદને જોડતી સીધી રેલ્વે લાઈનો આવેલી છે જેથી મુશાફરોની સતત અવર જવર રહે છે...આ ઉપરાંત ૩૫થી વધુ ગામડાઓની વીજ કંપનીની ઓફિસ આવેલી છે જેથી તમામ ખેડૂતોની સતત અવરજવર રહેતી હોય છે પરંતુ બસ સ્ટેન્ડ ન હોવાથી મુશાફરોને ભારે અગવડતા પડી રહી છે..મુશાફરોને ઉનાળાની ગરમી હોય કે ચોમાસુનો વરસાદ રોડ પર ખુલ્લામાં ઉભા રહેવું પડે છે..રાજકીય નેતાઓની ધોર ઉદાનશીતાને લઇ ભીલડીના પ્રજાજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે..વિધાનસભા ક્ષેત્ર દિયોદર અને વહીવટી ક્ષેત્રે ડીસા અને લાખણીમાં અટવાયેલ ભીલડી વિસ્તારનો વિકાસ રૂધાઇ રહ્યો છે..આ અંગે કેટલાક લોકોએ જણાવ્યું હતું કે ભીલડી 35 થી વધુ ગામડાઓ જોડતું શહેર હોવા છતાં તાલુકા મથકનો દરજ્જો છીનવાઈ જતા વિકાસ અટક્યો છે..નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ફોરલેન હાઈવે બનાવ્યો તે સમયે રસ્તા પર બનેલા પીકઅપસ્ટેન્ડ પણ પાડી દેવામાં આવ્યા હતા જે આજ સુધી બનાવવામાં આવ્યા નથી જેના કારણે લોકો ભારે હલકી ભોગવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News