ડીસા રેલવે સ્ટેશન પાસે રિક્ષાની ટકકરે મુસાફર ઇજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-14 12:07:05
  • Views : 260
  • Modified Date : 2022-03-14 12:07:05

ડીસા રેલવે સ્ટેશન પાસે રિક્ષાની ટકકરે મુસાફર ઇજાગ્રસ્ત

 

 ડીસા તાલુકાના રાણપુર ગામના રમેશભાઈ આજે પોતાના કામકાજ અર્થે ડીસા રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા રીક્ષા ચાલકે તેમને ટક્કર મારતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને વારંવાર સર્જાતા અકસ્માતને લઈ અત્યાર સુધી અનેક લોકોના મોત પણ નિપજ્યા છે તો ક્યાંક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે.ત્યારે આજે વધુ એક અકસ્માત ડીસા રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે બન્યો હતો.જેમાં ડીસા તાલુકાના રાણપુર ગામના રમેશભાઈ આજે પોતાના કામકાજ અર્થે ડીસા રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા રીક્ષા ચાલકે તેમને ટક્કર મારતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.જ્યાં સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા તેમને સારવાર આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News