રજાેસણા ગ્રામ પંચાયતની હદમાં વગર પરવાનગીએ ચાલતું બાધકામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 11:37:34
  • Views : 284
  • Modified Date : 2020-12-30 11:37:34

વડગામ તાલુકાના રજાેસણા ગ્રામ પંચાયતની હદમાં
પીરોજપુરા રોડ પર આવેલ એચ.ડી.એફ.સી. બેન્કની બાજુમાં સર્વે નંબર ૯૮ (પી) માં આવેલી પડતર પડેલી
પેરામીટરની જગ્યામાં અબ્બાસ અલજી માંકણોજીયા નામના ઈસમ દ્વારા વગર પરવાનગીએ આ જગ્યા પર પાકુ બાધકામનંુ કામ ચાલુ કરતા આ બાબતે
પંચાયતના સભ્ય પ્રમોદભાઈ રાજપૂતને જાણકારી મળતાં તાત્કાલિક ઘટના સ્થળે જઇ આધાર પુરાવા તેમજ બાધકામની મંજૂરીના કાગળ માંગતા આ ઈસમો પાસે આ બાબતના આધાર પુરાવા રજુ કરી શક્યા ન હતા.
મળતી માહિતી મુજબ આ બાધકામ કરતા ઈસમોને રજાેસણા ગ્રામ પંચાયત દ્વારા નોટીસ આપી જાણ કરાઈ છે કે તાત્કાલિક આ કામ બંધ રાખવું. તેમ છતા પણ આ ઈસમો નોટિસની અવગણના કરી રાબેતા મુજબ કામ ચાલું રાખ્યું હતું અને પંચાયતની નોટિસને પણ ઘોળીને પી જનારા આ લોકો પર પંચાયત તથા તાલુકા પંચાયતના અધિકારીઓ દાખલારૂપ અને કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News