ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યલાયનું ઉદ્‌ઘાટન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-31 11:50:49
  • Views : 285
  • Modified Date : 2020-12-31 11:50:49

આગામી સમયમાં ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જપલવામાં આવશે. જેના ભાગ રૂપે ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલા અટ્રીયા બિલ્ડિંગમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવા આમ આદમી પાર્ટી દ્વારા ગત રોજ ઓફિસનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠાના ભેમાભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે આમ આદમી
પાર્ટી દ્વારા ચંૂટણીની તૈયારીઓ કરી દેવામાં આવી છે જેના ભાગ રૂપે ગાંધીનગર ખાતે કાર્યલયનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મંત્રી હસમુખભાઈ પટેલ હાજર રહ્યા હતાં. અને ગાંધીનગર શહેર પ્રમુખ જીતેન્દ્ર ધરવાડીયા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે. બનાસકાંઠાથી આવેલા ભેમાભાઈએ જણાવ્યું હતું કે દિલ્હીમાં આપ દ્વારા કરેલા કામો તથા ગુજરાતમા શિક્ષણનું વ્યાપારીકરણથી લઈને અનેક પ્રશ્નો જે પ્રજાને સતાવી રહ્યાં છે જે  હવે આવનારા દિવસોમાં આપ પાર્ટી આવનારી મહાનગર પાલિકા, જિલ્લા
પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં લડવા સજ્જ બનશે. ભાજપ કોંગ્રેસ બાદ આપ પાર્ટી પણ ગુજરાતમાં બિલ્લીપગે
પેસારો કરી રહ્યાં છે તેમાં સુરત, રાજકોટ, વડોદરા, અમદાવાદ બાદ હવે ગાંધીનગર શહેરમાં આપની ઓફિસનું ઉદ્‌ઘાટન થતાં ચર્ચાનો વિષય બન્યો છે.

Download Our B K News Today App



Related News