નહીં ખુલે દારૂની દુકાનો, તમાકુ અને ગુટખા પરનો પ્રતિબંધ પણ યથાવત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-25 17:57:06
  • Views : 640
  • Modified Date : 2020-04-25 17:57:06

દેશભરમાં કોરોના હોટ સ્પોટ સિવાયના વિસ્તારોમાં સરકારે લોકડાઉનના નિયમો હળવા બનાવીને કેટલીક દુકાનો ખોલવાની મંજૂરી આપી છે.જોકે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યુ છે કે, દેશભરમાં દારુની દુકાનો નવા આદેશ સુધી બંધ જ રહેશે.આ સિવાય તમાકુ અને ગુટખાના વેચાણ પરનો પ્રતિબંધ પણ યથાવત રહેશે.કોરોનાના પગલે સંખ્યાબંધ રાજ્યોએ થૂંકવા પર બેન મુકી દીધો છે.દેશમાં લોકડાઉનનો એક મહિનો પૂરો થયો છે ત્યારે દારુ, તમાકુ અને ગુટખાના વેચાણ પર પ્રતિબંધ યથાવત છે.તેમાં સરકાર કોઈ છુટછાટ આપવા માંગતી નથી.શુક્રવારના આદેશમાં બાર અને ક્લબને પણ બંધ રાખવાના આદેશ છે.ઉલ્લેખનીય છે કે, પંજાબ સરકારે દારુની દુકાનો ખોલવા માટે પરવાનગી માંગી હતી પણ કેન્દ્ર સરકારે આ માંગણી ફગાવી દીધી છે.આસામ સરકારે પણ દારુના વેચાણની મંજૂરી પાછી લેવી પડી હતી.


Download Our B K News Today App



Related News