હું જે છું તે ભાજપના કારણે છું પાર્ટીએ મને ઘણુ બધુ આપ્યું છે શંકરભાઈ ચૌધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-05 12:17:47
  • Views : 750
  • Modified Date : 2019-10-05 12:17:47

થરાદ ખાતે વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે થરાદ ખાતે શંકરભાઈનું નામ લઈ ઘણાં યુવાનોએ નોટોની લડત ચલાવી રહ્યા છે. ત્યારે આજે થરાદ ખાતે વિધાનસભા બુથના કાર્યકતાઓ સાથે સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપÂસ્થતમાં બેઠક યોજાઈ. જેમાં શંકરભાઈ ચૌધરીએ કાર્યકતાઓ સામે ખુલાસો કર્યો હતો કે અમુક લોકો એવુ માને છે કે શંકરભાઈને ટીકીટ ન મળી એટલે નારાજગી કરી નોટા તરફ ચાલ્યા છે. પરંતુ ભાજપ પાર્ટીએ મને ચાર વખત ધારાસભ્ય બનાવ્યો છે. પાર્ટીએ મને ઘણુબધુ આપ્યુ છે અને થરાદની સીટ જીતાડવાના હું તમામ પ્રયતનો કરીશ અને પાર્ટી માટે હું થરાદ ખાતે રહી અને મહેનત કરીશું.
 આ કાર્યક્રમમાં સંસદસભ્ય પરબતભાઈ પટેલ પુર્વમંત્રી શંકરભાઈ ચૌધરી, જિલ્લા પ્રભારી દુષ્યંતભાઈ
પંડ્યા જિલ્લા પ્રમુખ કેશાજી ચૌહાણ, ભાજપના ઉમેદવાર જીવરાજભાઈ પટેલ, માવજીભાઈ દેસાઈ, રાજુલાબેન દેસાઈ, શૈલેશભાઈ પટેલ, હરેશભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, રૂપશીભાઈ ચૌધરી, રાણાભાઈ, દાંનાભાઈ, પ્રવિણભાઈ માળી, પ્રકાશભાઈ સોની તેમજ તમામ આગેવાનો હાજરી આપી.

Download Our B K News Today App



Related News