રાધનપુરના વિજયનગર પ્રાથમિક શાળામાં વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-25 12:51:52
  • Views : 448
  • Modified Date : 2019-11-25 12:51:52

રાધનપુર તાલુકાના વિજયનગર પ્રાથમિક શાળા તથા રિલાયન્સ ફાઉન્ડેશન તથા તાલુકા પંચાયત રાધનપુરના સંયુક્ત ઉપક્રમે વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સંદર્ભે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામની જાહેર જગ્યાઓની  સફાઇ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ગામની મહિલાઓ દ્વારા શાળા સંકુલ તથા ગ્રામ પંચાયત દૂધ ડેરી તળાવ ઘાટ વગેરે ગામની જાહેર જગ્યાઓમાં સુંદર સફાઇ કરવામાં આવી હતી. આ સમગ્ર અભિયાનમાં ગામના સરપંચ વીરાબેન વી.ચૌધરી એસ.એમ.સી.ના અધ્યક્ષ સમિતિ ભાવનાબેન પુરોહિત તથા શાળાના આચાર્ય  નાનજીભાઈ પ્રજાપતિ તેમજ શાળા પરિવાર તેમજ રિલાયન્સ ફાઉન્ડેશનના વર્ષાબેન મહેતા તથા ઇમામભાઈએ ખૂબ જ મહેનત કરી હતી અને આ તમામના આર્થિક સહયોગથી શાળાના બાળકો તથા શ્રમદાન કરનાર સૌને નાસ્તો આપવામાં આવ્યો હતો. 


Download Our B K News Today App



Related News