અંકુર ચાર રસ્તા નજીક એવરબેલા સોસાયટીના બ્લોકની બાલ્કનીનો ભાગ ધરાશાયી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-02 14:59:45
  • Views : 97
  • Modified Date : 2023-07-02 14:59:45

 રાજ્યમાં ભારે વરસાદના પગલે કેટલીક જર્જરિત ઈમારતો ધરાશાયી થતી હોય તેવી ઘટના અવારનવાર સામે આવે છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના અંકુર ચાર રસ્તા આવેલી એવરબેલા સોસાયટીના બ્લોકની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી અનુસાર AMCના 6718 ક્વાર્ટર્સ જર્જરિત છે.તો આ અગાઉ ગોમતીપુર અને મણિનગરમાં પણ જર્જરિત ઈમારત ધરાશાયી થવાની ઘટના બની હતી. મણિનગરના સ્લમ ક્વાટર્સમાં બે બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં લગભગ 30 જેટલા લોકો ફસાયા હતા. તો ગોમતીપુરમાં કવાટર્સનો બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં 26 થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News