ડીસામાં ઠંડીનો ધ્રુજારો ઃ તાપમાનનો પારો ગગડી ૧૩ ડિગ્રી પહોંચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-15 11:11:14
  • Views : 302
  • Modified Date : 2020-12-15 11:11:14

પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ બાદ ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. ડીસામાં છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે. ત્યારે સોમવારે લઘુત્તમ
તાપમાનન પારો ૧૩ ડિગ્રીએ
પહોંચ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી હવામાન પલટાયું છે. વાદળછાયુ વાતાવરણ અને ક્યાંક હળવો ઝરમર વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર કરેલા પાકને લઈને તેમના જીવ તાળવે ચોંટયા હતા. ત્યારે અનેક રાજ્યોમાં ઠંડીની લહેર પણ ચાલી રહી છે. હવામાનમાં ફેરફાર થવાથી જનજીવન ઉપર પણ માઠી અસર થઇ છે. બે દિવસ પહેલા જીલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. રવિવારે દિવસભર ઠંડા
પવનના કારણે ઠંડીમાં વધારો જાેવા મળ્યો હતો. સોમવારે બનાસકાંઠામાં ડીસા સહિતના વિસ્તારોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ સાથે ઠંડીનો લઘુતમ પારો ગગડીને ૧૩ ડિગ્રીએ પહોંચી ગયો હતો. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી બે દિવસમાં ઠંડીનો પારો બે થી ત્રણ ડિગ્રી ગગડી શકે છે. જેથી લઘુતમ પારો ૧૧ થી ૧૨ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી વકી છે. એટલે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો જાેવા મળશે. જાેકે ઠંડીને લઈને લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લેવાનું શરૂ કર્યું છે. તેમજ રાત્રીના સમયે લોકોએ તાપણા  શરૂ કરી  ઠંડીથી બચવાનો પ્રયાસ કરી  કરી રહ્યા છે.

માવઠા બાદ હવે ત્રણ દિવસ કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં માવઠા બાદ હવે હવામાન સામાન્ય થઇ રહ્યું છે. ત્યારે હવે રાજ્યમાં ઠંડીમા વધારો થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર ઓછી થતા રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડી વધવાની શક્યતા છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પારો ૮ ડિગ્રીથી નીચે જવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. રવિવારે નલિયામાં ૧૦ ડિગ્રી તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આ સાથે અમદાવાદમાં લધુત્તમ તાપમાન ૧૭.૨ ડિગ્રી નોંધાયુ હતું. ઉત્તર ભારતના ત્રણ રાજ્યો લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉત્તરી વિસ્તારમાં આગામી ૨૪ કલાકમાં હળવા વરસાદ અને ઉંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાનું અનુમાન છે. મોસમ સાથે સંકળાયેલી જાણકારી આપનારી ખાનગી કંપની સ્કાઈમેટ પ્રમાણે મોસમી સિસ્ટમ લદ્દાખ ઉપર
પહોચી ગયઈ છે પહાડો ઉપર મોસમ સાફ થવા લાગ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં ઠંડી વધે છે ત્યારે એક સપ્તાહમાં તેની અસર ગુજરાતમાં થાય છે. આમ હવે ગુજરાતમાં પણ ઠંડી ચમકારો આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. રાજ્યમાં માવઠા બાદ હવે ઠંડી વધવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ પ્રમાણે, રવિવાર રાતથી લધુત્તમ
તાપમાન ઘટવાની શક્યતાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ ગુજરાતથી આગળ વધતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ આગળ વધશે. હાડ થીજવતી ઠંડીનો લોકોએ સામનો કરવો પડશે. આગામી ત્રણ દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ બાદ અનેક વિસ્તારોમાં ધુમ્મસ છવાયું હતું. વાતાવરણમાં આવેલા
પરિવર્તનને કારણે વિઝિબિલિટી ડાઉન થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. અચાનક વાતાવરણના પલટાથી બેવડી ઋતુનો અનુભવ થયો હતો. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિત રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન ગગડતા લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.

Download Our B K News Today App



Related News