વિદેશ મંત્રાલયે જ ઈમરાનના ઉડ્યા લીરે લીરા, પરમાણું યુદ્ધને લઈને આપ્યું મહત્વનું નિવેદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-03 16:17:39
  • Views : 620
  • Modified Date : 2019-09-03 16:17:39

કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યો ત્યારથી પાકિસ્તાનને શું કરવું કે શું ના કરવું તેની સમજણ પડતી નથી. વડાપ્રધાન ઈમરાન ખાન સહિત તેમના મંત્રીઓ જેમ ફાવે તેમ બફાટ કરીને પોતાના જ દેશની આબરૂના લીરે લીરા ઉડાડી રહ્યાં છે. હજી ગઈ કાલે ખુદ પાકિસ્તનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, પાકિસ્તાન પરમાણું બોમ્બનો પહેલા ઉપયોગ નહીં કરે. ઈમરાન ખાનના આ નિવેદનને હજી 24 કલાક પણ નથી થયા ને વિદેશ મંત્રાલયે વડાપ્રધાનના જ નિવેદનને રીતસરનું હવામાં ઉડાવી દીધું છે. ગઈએ કાલે સોમવારે બપોરે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને નાટકીય ઢબે કહ્યું કે, પાકિસ્તાન કોઈ દેશ પર પહેલા પરમાણું હુમલો નહીં કરે. ઈમરાન ખાનનું આ નિવેદન બહાર આવતાની સાથે પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કરીને કહ્યું કે, પાકિસ્તાનની પરમાણુ નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. વડાપ્રધાનના નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે.

ભારતે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્શાસિત પ્રદેશમાં વહેંચી દેતા અને 370 કલમને હટાવી દેતા પાકિસ્તાન દુનિયાભરમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. પણ તેમાં સફળતા ના મળતા પાકિસ્તાન યુદ્ધની ધમકીઓ પર ઉતરી આવ્યું છે. ખુદ વડાપ્રધાન ઈમરાન ખાન જ ઘણી વખત ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી ચુક્યા છે. સોમવારે બપોર પહેલા તેમણે એવું ક્યારે નહોતું કહ્યું કે, તેમનો દેશ પહેલા આ હથિયારોનો ઉપયોગ નહીં કરે. જોકે સોમવારે તેમનું વલણ બદલાયું હતું. તેમણે એક સમારોહમાં કહ્યું કે, અમે પહેલા પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરીએ. ભારત-પાકિસ્તાન બન્ને પાસે એટમી હથિયાર છે. જો અમારી વચ્ચે તણાવ વધશે તો આખી દુનિયા માટે ખતરો હશે. ઈમરાનના નિવેદનના તેમના જ વિદેશ મંત્રાલયને લીરે લીરા ઉડાવી દીધા છે. સોમવાર રાતે જ પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડોક્ટર મોહમ્મદ ફૈઝલે ટ્વીટ કર્યું હતું. તેમણે ઈમરાનના નિવેદનનું ખંડન કરી દીધું હતું. ફૈઝલે કહ્યું કે, પરમાણુ હથિયારોથી સજ્જ બન્ને દેશો વચ્ચે વડાપ્રધાન વચ્ચે યુદ્ધ પર વડાપ્રધાનના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. આમ ખુદ વડાપ્રધાન ઈમરાન ખાનનું જ તેમની સરકાર પર કેટલું નિયંત્રણ છે તે જાહેર થઈ ગયું છે. વિદેશ મંત્રાલય વડાપ્રધાનના નિવેદનને પણ ફેરવી તોળી રહ્યું હોવાનું પ્રતિત થાય છે

Download Our B K News Today App



Related News